દેશના 66% લોકોને તેમનું ઘર ચલાવવામાં પડી રહ્યા છે ફાંફાઃ સરવેમાં ખુલાસો

PC: thehindubusinessline.com

72 % ભારતીયોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન ફુગાવો વધ્યો છે અને તેને લીધે સામાન્ય લોકોની સમસ્યાઓ પણ વધી છે. 40% ભારતીયો માને છે કે ફુગાવાના કારણે તેમના જીવનની ગુણવત્તા પર નકારાત્મક અસર પડી છે. 65.8% કહે છે કે હવે તેમના માટે તેમના દૈનિક ખર્ચને સંભાળવું મુશ્કેલ છે. 2014 માં, UPA ના સમયે 65.9% લોકોએ આ વાત કહી હતી જ્યારે 2015માં આ સંખ્યા 46.1 ટકા હતી.

સામાન્ય બજેટ પૂર્વે, INS-C વોટરે જાન્યુઆરીના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં 4292 લોકો વચ્ચે એક સરવે કર્યો હતો. મોંઘવારી, સામાન્ય માણસ, ખર્ચ અંગે પ્રશ્નો કર્યા હતા. સરવે અનુસાર, 48% ભારતીયો માને છે કે છેલ્લા એક વર્ષમાં સામાન્ય માણસનું જીવન બરબાદ થયું છે.

માસિક આવક: બજેટ પૂર્વેના સરવેથી બહાર આવ્યું છે કે લોકો તેમની અપેક્ષાઓ અને આશાઓ કરતા ઓછું મેળવી રહ્યા છે અને આટલી ઓછી આવક પણ તેમના માટે પૂરતી છે. સરવેક્ષણમાં આવેલા 51.5% લોકો માને છે કે 20 હજારની માસિક આવક પણ તેમના માટે પૂરતી છે. 2019માં 50.2% લોકોનો આ અભિપ્રાય હતો. આ સરવેમાં, 23.6% માને છે કે 4 લોકોના કુટુંબ માટે 20-30 હજારની વચ્ચે આવક જરૂરી છે.

આવકવેરો: 1 ફેબ્રુઆરીએ આવતા બજેટને લઈને લોકોને આવકવેરાની મુક્તિની સૌથી અપેક્ષા છે. મોટાભાગના માને છે કે 4.3 લાખ સુધીની આવક કરમુક્ત હોવી જોઈએ જેથી તેઓ તેમના પરિવાર માટે સામાન્ય જીવન જીવી શકે. હાલમાં વાર્ષિક 2.5 લાખની આવકને કરમુક્ત રાખવામાં આવી છે. છેલ્લા 10 વર્ષોથી એવી માગ કરવામાં આવી રહી છે કે કર મુક્તિ 4 લાખ / વર્ષથી ઓછી ન હોવી જોઈએ.

સામાન્ય નાગરિક: 48.4% લોકો માને છે કે છેલ્લા એક વર્ષમાં સામાન્ય માણસનું જીવનધોરણ બગડ્યું છે. 2015માં થયેલા સમાન સરવેક્ષણમાં, 24.6% લોકોએ સમાન અભિપ્રાય આપ્યો હતો. જાન્યુઆરી 2020ના સરવેમાં, 28.8% લોકો માને છે કે સામાન્ય માણસનું જીવન સુધર્યું છે. 2015માં કરવામાં આવેલા આવા જ સરવેમાં 39.3% લોકોએ કહ્યું હતું કે સામાન્ય માણસનું જીવન સુધર્યું છે. 21.3% ને લાગ્યું કે કોઈ ફેરફાર થયો નથી અને 1.4% એ કહ્યું કે તેઓ જાણતા નથી અથવા કશું કહી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp