7મી પાસ યુવતી દર મિનિટે કરે છે લાખોની કમાણી, નીતા અંબાણી જ નહીં રાધિકા પણ ફેન છે
આજે અમે તમને એક એવી યુવતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે માત્ર 7મું પાસ છે. પરંતુ આજે તેની પાસે નામ, ખ્યાતિ અને દરજ્જો અને તે બધી જ વસ્તુઓ છે જેની દરેક વ્યક્તિ અપેક્ષા રાખે છે. પરંતુ સામાન્ય સ્થિતિમાંથી અહીં સુધી પહોંચવાની તેમની સફર દરેક માટે પ્રેરણારૂપ છે. આજે તે કરોડોની માલિક છે. ત્યાં સુધી કે, તે થોડી જ મિનિટોમાં લાખો રૂપિયા પણ કમાઈ લે છે. ખાસ વાત તો એ છે કે માત્ર બોલિવૂડ સેલેબ્સ જ નહીં પરંતુ અંબાણી પરિવારની સ્ત્રીઓ પણ તેની આવડતની ચાહક છે. તો ચાલો અમે તમને તેમના વિશે વિગતવાર જણાવીએ.
આ યુવતી બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત સાડી ડ્રેપર ડોલી જૈન છે. ડોલી જૈન આજે ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. કોઈ ફિલ્મસ્ટાર હોય કે, અંબાણી પરિવારના ઘરે લગ્ન કે કોઈ ફંકશન હોય ત્યારે તેને ચોક્કસ આમંત્રણ આપવામાં આવે છે. તેઓ સાડી પહેરાવવા માટે એટલી બધી ફી લે છે કે તેના વિશે જાણીને તમે ચોંકી જશો. આ ફી સાડીના ડ્રેપિંગ પર આધાર રાખે છે, તે હજારોથી શરૂ થાય છે અને લાખો સુધી પહોંચે છે.
ડોલી જૈન આમ તો બેંગલુરુમાં મોટી થઈ છે. પરંતુ લગ્ન પછી તે કોલકાતા આવી અને ત્યાંથી તેનું નસીબ એવું બદલાયું કે, આજે તે ઈન્ડસ્ટ્રીનો ફેમસ ચહેરો બની ગઈ છે. જે સમયે તેના લગ્ન થયા તે સમયે તે 21 વર્ષની હતી અને માત્ર 7મું પાસ હતી. લગ્ન પછી જેવી ડોલી તેના સાસરે પહોંચી કે તરત જ તેની સાસુએ તેની સમક્ષ એક શરત મૂકી. અને શરત એ હતી કે તે સાડી જ પહેરશે.
આજે ડોલી જૈન ભારતીય ફેશન જગતમાં એક મોટું વ્યક્તિત્વ છે અને સેલેબ્સને સાડીઓ પહેરાવવા માટે મોટી રકમ વસૂલે છે. તાજેતરમાં જ તેણે રાધિકા મર્ચન્ટના લગ્નમાં રાધિકા અને અંબાણી પરિવારની અન્ય મહિલાઓને પણ સાડીઓ પહેરાવી હતી.
ડોલીએ તેના ઘણા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેની સાસુ પાસેથી આ સાંભળીને તે પહેલા ખૂબ જ રડી હતી. જ્યારે તેના સાસરીયાઓ તેને જોવા માટે તેના ઘરે આવ્યા ત્યારે તેણે પ્રથમ વખત સાડી પહેરી હતી. શરૂઆતમાં તો તે મજબૂરીમાં સાડી પહેરતી હતી. પરંતુ ધીમે ધીમે સાડી પ્રત્યેની તેની રુચિ વધતી ગઈ અને તે તેના જીવનનો એક મોટો ભાગ બની ગયો.
ડોલી જૈન 357 અલગ-અલગ સ્ટાઈલની સાડી કેવી રીતે પહેરાવવી તે જાણે છે. જેમાં હૈદરાબાદી, ગુજરાતી, રાજસ્થાની અને આસામ સાડીઓનો સમાવેશ થાય છે. 2010માં, તેનું નામ વિશ્વની સૌથી ઝડપી સાડી પહેરવા માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું હતું. તેણે 18.5 સેકન્ડમાં સાડી પહેરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ડોલીએ તેના સાડીના શોખને પ્રોફેશનલ શોખમાં બદલી નાખ્યો. તે અનોખી શૈલી અને ખાસ અંદાજમાં સાડી પહેરાવવા માટે જાણીતી છે. આટલું જ નહીં, તેની સાડીમાં પરંપરા અને આધુનિક બંનેનો સમન્વય જોવા મળે છે.
શરૂઆતમાં તેને લોકોના ઘણા મેણાં ટોણા સાંભળવા પડ્યા. ઘણા લોકોએ કહ્યું કે, તે પોતાનો સમય બગાડે છે. શરૂઆતમાં ડોલી એક સાડી માટે 250 રૂપિયા લેતી હતી. પરંતુ આજે તેઓ સાડી પહેરાવવા માટે 25 હજારથી 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેમના ગ્રાહકોમાં દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, હેમા માલિની, માધુરી દીક્ષિત, સોનમ કપૂર અને અંબાણી પરિવારની પુત્રવધૂ નીતા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp