દુલ્હા-દુલ્હન એકબીજાને પહેરાવી રહ્યા હતા વરમાળા, ત્યારે જ અચાનક તૂટી પડ્યો મંડપ

PC: indiatv.in

મધ્ય પ્રદેશમાં વરસાદ શરૂઆતી દોરમાં જ પોતાની અસર બતાવવા માંડ્યો છે. મધ્ય પ્રદેશના દમોહમાંથી એક મોટા સમાચાર આવ્યા છે, જ્યાં અચાનક આવેલા ભારે વરસાદ અને તોફાનના કારણે એક મેરેજ ગાર્ડનમાં મોટો મંડપ પડી ગયો. મધ્ય પ્રદેશના દમોહમાં કાલે રાત્રે એક લગ્નનો મંડપ તૂટી પડવાને કારણે આશરે 7-8 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. જેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જેમાંથી એકની હાલત ગંભીર હતી જેને જબલપુર રેફર કરવામાં આવ્યો છે અને બીજાની હાલત સ્થિર છે.

રવિવારની રાત્રે મધ્ય પ્રદેશના જબલપુર સ્ટેટ હાઇવે પર બનેલા મહાવીર મેરેજ ગાર્ડનમાં મહદેલે ઠાકુર પરિવારમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. પોલિટેક્નિક કોલેજની નજીક રહેતા અજબ સિંહ ઠાકુરના દીકરાના લગ્નમાં સામેલ થવા માટે શહેરના લોકો પહોંચ્યા હતા. વરઘોડા બાદ વરમાળાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને લોકો મસ્તીમાં હતા કે અચાનક ભારે વરસાદ તૂટી પડ્યો.

આ દરમિયાન લોકો વોટર પ્રૂફ મંડપની નીચે વરસાદની બચવા માટે ઊભા રહી ગયા પરંતુ, મંડપની ઉપરના હિસ્સામાં પાણી જમા થઈ ગયુ અને પછી અચાનક જ મંડપ તૂટી ગયો. મંડપ તૂટતા જ ભાગદોડ અને બૂમાબૂમ થઈ ગઈ. ત્યાં અફરાતફરી મચી ગઈ અને લોકો જીવ બચાવવા માટે ભાગવા માંડ્યા. દરમિયાન, મંડપના કેટલાક હિસ્સામાં કરંટ પણ ફેલાઇ ગયો અને એક મહિલા તેની ચપેટમાં આવી ગઈ.

જે સમયે આ મંડપ પડ્યો તે સમયે આ લગ્નમાં જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષ મનુ મિશ્રા પણ હાજર હતા જે માંડ આ દુર્ઘટનાથી બચ્યા હતા. પરતું, તેમના ડ્રાઇવરને ઇજા પહોંચી છે. દુર્ઘટનામાં અડધો ડઝન જેટલા લોકોને ઇજાઓ પહોંચી છે, જેમની સારવાર જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ચાર ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્તને જબલપુર રેફર કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોના જણાવ્યા અનુસાર, વોટર પ્રફ મંડપમાં તેઓ પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા હતા પરંતુ, મંડપ નબળો નીકળ્યો. મંડપની ઉપર લાગેલા કાર્પેટમાંથી પાણી કાઢવાની વ્યવસ્થા કરવામા આવી ન હતી આથી પાણી જમા થતુ ગયુ અને પછી તે પડી ગયો.

જણાવી દઇએ કે, રવિવારથી વરસાદે દમોહમાં દસ્તક આપી દીધી છે અને બપોરથી શરૂ થયેલો વરસાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. આખા દિવસમાં શહેરમાં અટકી- અટકીને વરસાદ પડતો રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp