83 વર્ષની વૃદ્ધા પર બે નરાધમોનો ગેંગરેપ, બંને પકડાયા

PC: intoday.in

ક્યારેક એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે કે, જે સાંભળ્યા કે જોયા પછી આપણા રુંવાડા ઊભા થઈ જતા હોય છે. અપરાધીઓ ક્રૂર ઘટનાઓને અંજામ આપતા જરા પણ ખચકાતા નથી. તેમની માનસિકતા એવી હોય છે તેઓ પોતાનું ધાર્યું કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, પછી ભલે તે હત્યા જ કેમ ના હોય. તેમને ઘટના પછી પરિણામો શું આવશે તેની જરા પણ ચિંતા નથી હોતી. તો કેટલાક લોકો નશામાં ધૂત થઈને પોતે શું કરી રહ્યા છે તેનું પણ ભાન નથી હોતું. ઝારખંડમાં નશામાં ધૂત બે યુવકોએ જે કર્યું તેને વિચારીને તમે પણ દંગ રહી જશો. ઝારખંડમાં માણસાઈને શરમાવી મુકે તેવી એક ઘટના સામે આવી છે. અહીં 83 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે 2 યુવકોએ સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો. આ હેરાન કરી દેનારી ઘટનાથી ગામના લોકોમાં ગુસ્સાનો માહોલ છે.

હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. ગ્રામજનો આ બંને બદમાશો માટે ફાંસીની સજાની માંગણી કરી રહ્યા છે. આ ઘટના ઝારખંડના ચતરા જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કેંદુવા સરોહ ગામમાં આ ઘટના ગુરુવારની સાંજે બની હતી. વૃદ્ધ મહિલા ઘરમાં એકલી સૂતી હતી. ત્યારે જ દારૂના નશામાં ધૂત ગામના બે યુવક વૃદ્ધ મહિલાના ઘરમાં ભરાઈ ગયા અને તેની સાથે દુષ્કર્મ કર્યું. પોલીસ સ્ટેશનના પ્રભારી મનોજ પાલે કહ્યું હતું કે, 22 વર્ષીય રાજેશ કુમાર સિંહ અને 19 વર્ષીય રતન સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે.

જ્યારે આ ઘટનાની જાણકારી ગામમાં ફેલાઈ તો કેટલાક લોકો તરફથી તે બાબતને રફાદફા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અહીં સુધી કે પીડિતાને પોલીસ પાસે ન જવાની સલાહ આપવામાં આવી પરંતુ, પીડિતાએ કોઈની વાત ન માની અને લાકડીના સહારે પોલીસ સ્ટેશને પહોંચી ગઈ અને તેની સાથે થયેલી ઘટના સંભળાવી. વૃદ્ધ મહિલાની ફરિયાદ સાંભળીને પોલીસકર્મીઓ પણ હેરાન રહી ગયા. કોઈને આ ઘટના પર વિશ્વાસ નહોતો થયો. ત્યારબાદ પીડિતાને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવી ત્યારે હકીકત સામે આવી. પોલીસે તરત જ કેસ દાખલ કરીને આરોપીઓને થોડાં જ કલાકોમાં દબોચી લીધા. આ ઘટના બાબતે રાજપુર પોલીસ સ્ટેશનના પ્રભારી મનોજ પાલે જણાવ્યું હતું કે, આરોપીઓએ ગુનો સ્વીકારી લીધો છે. ગ્રામજનો અપરાધીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp