મેરઠમાં વિકૃતાઇની હદ વટાવતો બનાવ સામે આવ્યો

PC: intoday.in

ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં સરઘના પોલીસ હદ અંતર્ગત આવતા મલિક ગામમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીના મોંમાં ફટાકડો ફોડવાની ઘટના સામે આવી છે બાળકીના પિતાની ફરિયાદ પર આરોપી વિરૂધ્ધ હત્યાના પ્રત્યત્ન અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ફટાકડો ફૂટવાથી બાળકી ગંભીર રૂપથી જખ્મી થઇ હતી. તેમણે જણાવ્યુ કે, ફરિયાદના આધાર પર આરોપી હરપાલ વિરૂધ્ધ જાનથી મારી નાખવાના પ્રયત્ન અંતર્ગત રિપોર્ટ દાખલ કરી તેની તપાસ હાથ ધરવામાં આવી છે

સોમવારે મોડી સાંજે ત્રણ વર્ષની બાળકી આયુષી ઘરમાં રમી રહી હતી. આ વચ્ચે ગામનો જ એક યુવક હરપાલ જબરદસ્તીથી તેના ઘરમાં પ્રવેશ્યો આરોપ છે કે યુવકે આવતાની સાથે જ બાળકીને પકડી અને જીવ લેવાની નિયતથી તેના મોઢામાં ફટાકડો મૂકી તેને ફોડી દીધો ફટાકડો ફૂટવાના અવાજથી પરિવારના સદસ્ય દંગ રહી ગયા. તેમણે જોયુ તો આયુષી લોહીલુહાણ હાલતમાં હતી. પરિવારના સદસ્યો તેને લઇને હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

હાલમાં બાળકીના મોઢા પર ખાસ્સુ વાગેલું છે. તેને અડધા ડઝન કરતા વધુ ટાંકાં આવ્યા છે. તેની હાલત હાલમાં પણ નાજુક છે પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદ અનુસાર મિલક ગામ નિવાસી સસિપાલની દિકરી આયુષી દિવાળીની સાંજે આંગણા પાસે રમી રહી હતી. તેજ સમયે ગામનો હરપાલ તેના ઘરમાં આવી ગયો તેણે ચોકલેટ ખવડાવવાના બહાને આયુષીના મોંમા ફટાકડો મૂકી સળગાવી દીધો. ફટાકડો ફૂટવાથી આયુષી ગંભીર રૂપે ધાયલ થઇ. ઘટના બાદ આરોપી હરપાલ ત્યાંથી ફરાર થઇ ગયો. પરિજન આયુષી લઇને હોસ્પિટલ પહોંચ્યા જ્યાં હાલ પણ તેની હાલત નાજુક બનેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp