ઢોંગી સાધુએ વાછરડા સાથે કર્યું દુષ્કર્મ, ગામના લોકોએ કરી આવી હાલત

PC: punjabkesari.com

એક વૃદ્ધ વ્યક્તના ચહેરા પર કાલિખ, ગળામાં બુટ અને ચંપલની માળા અને સાથે સેંકડોની ભીડ જોઇને ખ્યાલ તો આવી જાય છે કે આને કંઇક તો કર્યું જ હશે. આ વૃદ્ધ જેવો દેખાતો વ્યક્તિ ગામના મંદિરમાં સાધુ છે અને તેના પર આરોપ હતો કે તેને ગાયના વાછરડાં સાથે કુકર્મ કર્યું હતું. આ ઘટના જેને પણ સાંભળી તે તેને મારવાની વાત કરી રહ્યું છે.

આ મામલો હમીરપુર જિલ્લાના ભેડી ગામનો છે. અહીં એક ઢોંગી સાધુએ મોકો જોઇને ગાયના બચ્ચા સાથે કુકર્મ કર્યું હતું. કુકર્મ કરીને ઢોંગી સાધુ ત્યાંથી નીકળી રહ્યો હતો પરંતુ એ જ સમયે ગાયનો માલિક ત્યાં પહોંચી ગયો હતો અને તે વાછરડાંની હાલત જોઇને ચોંકી ઉઠ્યો હતો અને તેને સાધુને પકડી લીધો હતો.

ગાયના માલિકે કહ્યું કે, તેને સાધુને ભાગતા જોઇ લીધો હતો અને તેની પૂછપરછ કરી હતી પરંતુ તેને કંઇ કહ્યું ન હતું, પરંતુ વાછરડાની હાલત જોઇને તેને સાધુની કડકાઇથી પુછપરછ કરી હતી તો તેને કુકર્મની વાતનો સ્વીકાર કર્યો હતો.

આ સમાચાર ગામમાં આગની જેમ ફેલાયા હતા. લોકોએ સાધુના મોં પર કાલિખ લગાવીને ગળામાં બુટ અને ચંપલની માળા પહેરાવી હતી અને આખાં ગામમાં ફેરવ્યો હતો. સાથે જ આરોપી સાધુને પોલીસના હવાલે કરી દીધો હતો. આ ઘટનાએ આખાં ગામને ડરાવી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp