કર્ણાટકનો વર અને થાઈલેન્ડની કન્યા,મંદિરમાં કર્યા લગ્ન, પ્રેમભરી છે આ પ્રેમ કહાની

PC: headlinekarnataka.com

છેલ્લા કેટલાક સમયથી તમે પ્રેમ કહાનીઓ વિશે વાંચી, સાંભળી રહ્યા છો, તમે કેટલીક એવી વાર્તાઓ પણ સાંભળી છે જેમાં પ્રેમ કોઈ પણ દેશની સીમાઓ ઓળખાતો નથી. સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી વિશે તો દરેક જણ જાણતા જ હશો અને આજે અમે તમને એવી જ એક પ્રેમ કહાની વિશે જણાવીશું, જ્યાં એક ભારતીય છોકરાને થાઈલેન્ડની છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને આખરે બંનેએ ભારતમાં આવીને લગ્ન કરી લીધા.

હકીકતમાં, મેંગલુરુના પૃથ્વીરાજ S. અમીન અને થાઈલેન્ડની મોન્ટાકન સાસુકે શ્રી મંગલાદેવી મંદિરમાં સાત ફેરા ફરીને લગ્ન કરી લીધા હતા. થાઈલેન્ડના પ્રવાસ દરમિયાન પૃથ્વીરાજ પહેલીવાર મોન્ટાકનને મળ્યો હતો અને તેને પહેલી નજરમાં જ મોન્ટાકન સાથે પ્રેમ થઈ ગયો હતો. હવે બંનેએ પોતાના વડીલોના આશીર્વાદ અને પરિવારની શુભેચ્છાઓ સાથે લગ્ન કરી લીધા છે.

ક્યાં કર્ણાટક, ક્યાં થાઈલેન્ડ, પરંતુ આ કપલનો પ્રેમ દેશ, જાતિ અને ધર્મની સીમાઓ ઓળંગી ગયો છે. આ જ કારણે આ બંને પ્રેમીઓ માટે કર્ણાટક અને થાઈલેન્ડ વચ્ચેનું અંતર ક્યારેય અડચણરૂપ બન્યું નથી. થાઈલેન્ડમાં ખીલેલો પ્રેમ હવે સાત ફેરા લીધા પછી મેંગલુરુમાં એક સાથે થઇ ગયો છે.

અહીં તમને જણાવી દઈએ કે, પૃથ્વીરાજ S. અમીન બેંગલુરુમાં પોતાની સોફ્ટવેર કંપની ચલાવે છે. તેમની કંપની ટાટા સહિત ઘણી કંપનીઓને સોફ્ટવેર સેવાઓ પૂરી પાડે છે.

એક વખત જ્યારે પૃથ્વીરાજ કંપનીના કામ માટે થાઈલેન્ડ ગયો ત્યારે તેની મુલાકાત મોન્ટાકન સાસુક સાથે થઈ હતી. પૃથ્વીરાજને પહેલી નજરમાં જ મોન્ટાકન સાથે પ્રેમ થઈ ગયો. મોન્ટાકને પણ પૃથ્વીરાજના પ્રેમનો સ્વીકાર કર્યો. જેમ જેમ તેમનો પ્રેમ વધતો ગયો, તેઓએ તેમના પરિવારની સંમતિ વિના લગ્ન કરવાનું નક્કી કર્યું.

આ પહેલા જ્યારે પૃથ્વીરાજે નક્કી કર્યું કે, તે થાઈલેન્ડની છોકરી સાથે લગ્ન કરશે, તો તેના માતા-પિતાને પહેલા તો આઘાત લાગ્યો હતો, પરંતુ ત્યાર પછી તેઓએ તે સ્વીકારી લીધું હતું. જ્યારે, મોન્ટાકનના પરિવારે પણ લગ્ન માટે તેમની મંજૂરી આપી દીધી હતી. જુલાઈમાં થાઈલેન્ડમાં સ્થાનિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા પછી હવે બંનેએ મેંગલુરુના શ્રી મંગલાદેવી મંદિરમાં ભારતીય રિવાજો મુજબ લગ્ન કરીને લગ્નબંધનમાં જોડાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp