મુંબઇના જ્વેલરે અમેરિકામાં એવું શું કર્યુ કે 30 મહિનાની સજા થઈ

ન્યુયોર્કમાં જ્વેલરી કંપની ચલાવતા એક ભારતીયને 13.5 મિલિયન ડોલરની જ્વલેરી આયાત કરવામાં કસ્ટમ ડ્યુટી ચોરી અને 10.3 યુ એસ ડોલરની રકમના હવાલાના આરોપમાં ફેડરલ કોર્ટે 30 મહિનાની સજા ફરમાવી છે.

મુંબઇ અને જર્સી સિટીમાં રહેતા મોનીશ દોશી શાહએ ડિસેમ્બર 2019થી એપ્રિલ 2022 સુધીમાં તુર્કી અને ભારતથી આયાત કરેલી જ્વલેરી પર દક્ષિણ કોરિયાનું લેબલ લગાવીને પછી એ જવેલરીને અમેરિકા મોકલતો હતો અને કસ્ટમ ડ્યુટીની ચોરીનું કૌભાંડ કરતો હતો. મોનીશ દોશી શાહ માત્ર 40 વર્ષનો છે

આ પહેલાં મોનીશ અમેરિકાની જિલ્લા કોર્ટમા અન્ય કૌભાંડમાં દોષિત સાબિત થયો હતો. તેની કરોડોની સંપત્તિ જપ્ત કરવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે. મોનીશ લાયસન્સ વગર નાણાંની હેરાફેરી કરતો હતો પરંતુ આખરે ઝડપાઇ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp