ઓનલાઈન બ્રેડ મગાવતા પેકેટમાં જીવતો ઉંદર મળ્યો, ફરિયાદ બાદ કંપનીએ આપ્યો આ જવાબ

PC: twitter.com

ફૂડ ડિલિવરી એપ્સ દ્વારા બ્રેડની ડિલિવરી કરવામાં આવી છે, તે પેકેટમાં જીવતો ઉંદર હોવાના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં ફરિયાદીએ વીડિયોની સાથે ફોટો પણ શેર કર્યો છે, જેમાં ઉંદર જોઈ શકાય છે.

તેની ફરિયાદમાં ફરિયાદીએ કેટલીક વાતચીત પણ શેર કરી છે, જેની ફરિયાદ તેણે ફૂડ ડિલિવરી કંપનીને કરી છે. આવી સ્થિતિમાં, કંપનીએ આ ક્ષતિ માટે ફરિયાદીની માફી પણ માંગી છે અને આ મુદ્દાને અમે ગંભીરતાથી લીધો છે એમ જણાવ્યું છે.

ફરિયાદી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક બ્રેડ પેકેટ જેને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પેકેટમાં એક કાણું હતું જ્યાંથી ઉંદર પ્રવેશ્યો હતો અને તે હજુ પણ જીવિત છે. જાહેર કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે, બ્રેડના પેકેટમાં એક ઉંદર છે જે દબાયેલો છે અને તે હજુ પણ જીવતો છે.

વીડિયો બનાવતી વખતે ફરિયાદીએ દાવો કર્યો છે કે, પેકેટમાં પહેલાથી જ એક કાણું હતું જેના દ્વારા ઉંદર બ્રેડના પેકેટમાં ઘૂસી ગયો હતો અને અહીં ફસાઈ ગયો હતો. જ્યારે, બ્રેડના પેકેટ પર કેટલાક સ્ટીકરો પણ જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં ઉંદર પણ હાલતો અને ફરતો જોવા મળે છે.

આ ઘટના 1 ફેબ્રુઆરીએ બની હોવાનું કહેવાય છે, જ્યારે ફરિયાદીએ જાણીતી ફૂડ બ્રાન્ડમાંથી બ્રેડ મંગાવી હતી. પરંતુ જ્યારે બ્રેડના પેકેટમાં જીવતો ઉંદર જોવા મળ્યો, ત્યારે યુઝરે ટ્વિટર પર ફોટો સાથે આ ઘટનાનો વીડિયો શેર કર્યો.

આવી સ્થિતિમાં, ફરિયાદીએ 3 ફેબ્રુઆરીની આ ઘટના સાથે સંબંધિત ફોટો અને વીડિયો શેર કર્યો છે.

આ અંગે ફરિયાદીએ કંપનીને પણ ફરિયાદ કરી છે, જેને કંપનીના કર્મચારીએ ગંભીરતાથી લીધી છે અને સમસ્યાનું નિરાકરણ લાવવાનું પણ જણાવ્યું છે. જ્યારે, સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને તેના પર ટિપ્પણી કરી છે.

બ્રેડના પેકેટમાં જીવતો ઉંદર જોવાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર પર ડિલિવરી કંપનીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. બ્લિંકિટના જવાબમાં તેણે લખ્યું, 'હેલો નીતિન, ચોક્કસપણે આ એવો અનુભવ નથી જે અમે ઈચ્છીએ છીએ કે, તમે આવું મેળવો. કૃપા કરીને તમારો નોંધાયેલો સંપર્ક નંબર અથવા ઓર્ડર ID મેસેજ દ્વારા શેર કરો જેથી અમે આ બાબતની તપાસ કરી શકીએ. આ પછી બ્લિંકિટે માહિતી આપી કે, તેઓએ પાર્ટનર સ્ટોરને D-List કરી દીધો છે અને કંપની સ્ટોરના માલિક સાથે આ મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp