પ્રેમ માટે મુસ્લિમ યુવક હિંદુ બન્યો, નર્મદાષ્ટકનો પાઠ ભણીને અખલીમથી હર્ષ બન્યો

PC: livehindustan.com

મધ્ય પ્રદેશથી એક સમાચાર સામે આવ્યા છે. હિંદુ યુવતી સાથેના પ્રેમમાં એક મુસ્લિમ યુવક ધર્મપરિવતર્ન કરીને હિંદુ બની ગયો છે. હિંદુ વિધીઓ સાથે તેનો ધર્મ અંગીકાર કરવામાં આવ્યો છે.

મધ્ય પ્રદેશમાં મુસ્લિમ અને ખ્રિસ્તી યુવકોનો હિંદુ બનવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. આ વખતે જબલપુરથી સમાચાર સામે આવ્યા છે. પરશુરામ જયંતિ પર અખલીમ નામનો મુસ્લિમ યુવક નર્મદાષ્ટકના પાઠ કરીને હર્ષ આર્ય બની ગયો. જાણવા મળેલી વિગત મુજબ પ્રેમ માટે અખલીમે પોતાના પરિવારને જાણ કર્યા વગર હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે.

મધ્યપ્રદેશના જબલપુરમાં એક મુસ્લિમ યુવકે પોતાના પ્રેમ ખાતર પરશુરામ જયંતિ પર હિંદુ ધર્મ અપનાવી લીધો છે. અખિલમ અંસારીએજબલપુરમાં નદીમાં સ્નાન કર્યુ, નર્મદાષ્ટકનો પાઠ કર્યો અને હિંદુ ધર્મ અપનાવ્યો. જીવનભર સનાતન ધર્મમાં રહેવાની પ્રતિજ્ઞા પણ લીધી. યુવકે પ્રેમ મેળવવા માટે આ બધું કર્યું છે. તેને એક હિંદુ છોકરી સાથે પ્રેમ છે અને તેણે તેના માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો છે. તે પણ પરિવારના સભ્યોને જાણ કર્યા વિના.

જબલપુરમાં હિંદુ ધર્મ સેના નામની સંસ્થાની સામે આધારતાલ વિસ્તારમાં રહેતા અખલીમ અંસારીએ હિંદુ ધર્મ અંગીકાર કરવાની ઇચ્છા વ્યકત કરી હતી. એના માટે નર્મદા કિનારે વિધિવત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચારની સાથે અખીલમે નર્મદામાં ડુબકી લગાવી હતી. અખીલમને હવે હર્ષ આર્ય નામ આપવામાં આવ્યું છે.

અખલીમ હર્ષ તો બની ગયો છે પણ તેની જ્ઞાતિ શું હશે, આનો જવાબ અત્યારે કોઈની પાસે નથી. હિન્દુ ધર્મ સેનાના અધિકારીઓ પણ આ પ્રશ્નનો જવાબ આપી શક્યા નથી. તેના અધિકારીઓએ કહ્યું કે અમે માત્ર પ્રક્રિયા પૂરી કરી રહ્યા છીએ. આ કાર્યક્રમ માટે ધર્મ સેનાના પ્રદેશ પ્રમુખ યોગેશ અગ્રવાલ, લતા સિંહ ઠાકુર, રમેશ તિવારી, નીરજ રાજપુર, ગીતા ગોંટિયા, અવિનાશ સુખદાન, વૈભવ ગુપ્તા, હિમાંશુ રજક, પ્રથમ ચૌધરી, હર્ષ ચૌબે અને અભિષેક અને અન્ય કાર્યકરો નર્મદા કિનારે હાજર હતા.

સૂત્રોનું કહેવું છે કે જો અખલીમ પોતાનો ધર્મ છુપાવીને હિંદુ યુવતી સાથે લગ્ન કરતે તો તેની સામે ધર્મ સ્વાતંત્ર્ય કાયદા હેઠળ કાર્યવાહી થઇ શકતે. એટલે તેણે સ્વેચ્છાએ હિંદુ ધર્મ સ્વીકારવાનું યોગ્ય માન્યું. કાયદાકીય પ્રક્રિયા પુરી થઇ ગયા પછી અખીલમ પુરી રીતે હર્ષ આર્ય બની જશે. હજુ સુધી અખીલમના પરિવારની કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp