વ્યક્તિ સ્પ્રિંગ રોલ ખાવા જ જતો હતો, ત્યાં અંદરથી અળસિયું બહાર નીકળતું દેખાયું

PC: hindi.news18.com

દુનિયાભરમાં એવા ઘણા લોકો છે, કે જેઓ ખાવાના ભારે શોખીન હોય છે, પરંતુ શું થાય, જો કોઈ વ્યક્તિ પોતાનું મનપસંદ ભોજન ખાવા જ જતો હોય અને ત્યારે જ તેમાંથી કંઈક એવી વસ્તુ બહાર આવે છે, જેનાથી તેને પોતાની આંખો પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો અવારનવાર સામે આવતા રહેતા હોય છે, જેમાં ઘણા લોકોએ પોતાના ખાવાના ખરાબ અનુભવો શેર કરીને પોતાના દિલની વ્યથા વ્યક્ત કરતા હોય છે, પરંતુ ઘણી વખત કેટલાક લોકો સાથેના આ અનુભવો ખૂબ જ ખરાબ અને ગમે નહિ તેવા સાબિત થતા હોય છે, જેને જોઈને કોઈનું પણ મન ખરાબ થઇ જતું હોય શકે છે. એટલું જ નહીં, ઘણીવાર તો ઉલ્ટી કરવાનું પણ મન થઇ જતું હોય છે, ભૂતકાળમાં ઈન્ટરનેટ પર ક્યારેક ખાવાની વસ્તુમાંથી કીડા નીકળવાના અને ક્યારેક મરેલા ઉંદર જોવાના સમાચારે લોકોના હોશ ઉડાવી દીધા છે. હાલમાં જ આવો જ એક વીડિયો લોકોને ચોંકાવી રહ્યો છે, જેના પર યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જેવો વ્યક્તિ સ્પ્રિંગ રોલ ખાવા જ જઈ રહ્યો છે, તેની અંદરથી એક ચીજ બહાર નીકળતી દેખાય છે, જેના પછી તે સ્પ્રિંગ રોલને પ્લેટમાં જ છોડી દે છે.

 

આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર 4 જુલાઈના રોજ @crabolita નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. વીડિયો શેર કરીને એક વ્યક્તિએ રેસ્ટોરન્ટનો પોતાનો ખરાબ અનુભવ શેર કર્યો છે. વીડિયો અનુસાર, વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં સ્પ્રિંગ રોલ્સનો ઓર્ડર આપ્યો હતો, જેવો તે માણસ સ્પ્રિંગ રોલ્સ ખાવા જ જતો હતો, તેણે જોયું કે અંદરથી એક અળસિયું બહાર આવી રહ્યું છે, ત્યારબાદ તે વ્યક્તિ સ્પ્રિંગ રોલને પ્લેટમાં જ છોડી દે છે. છે. વીડિયો જોનારા અમુક લોકો તેને ચોંકાવનારો ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેને નકલી ગણાવી રહ્યા છે.

જો કે એમ તો ફૂડ સેફ્ટી વિભાગ આવી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરે છે, પરંતુ કેટલીકવાર કેટલાક લોકો ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવા નકલી વીડિયો બનાવતા હોય છે અને પોસ્ટ કરે છે. જોવા જઈએ તો, ક્યારેક ખાવામાં ગંદકી જોવા મળે છે, તો ક્યારેક ખરાબ રીતે બનાવેલા ખોરાકની ફરિયાદો જોવા અને સાંભળવા મળે છે. ઘણીવાર આવા કિસ્સાઓ જોવા મળે છે જ્યારે ગ્રાહક દ્વારા ઓર્ડર કરાયેલા ફૂડમાં કોઈ અજીબ વસ્તુ જોવા મળે ત્યારે રેસ્ટોરન્ટ માફી પણ માંગે છે, પરંતુ ઘણી વખત કેટલાક લોકો આ ઘટનાઓનો ફાયદો ઉઠાવવામાં પાછળ નથી રહેતા.

 
 
 
View this post on Instagram

A post shared by Exploration 🧭 (@crabolita)

તાજેતરમાં, લોકો વાયરલ પોસ્ટ પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'આ અળસિયું સ્પ્રિંગ રોલમાં તળતી વખતે મરી ગયું હશે. તો તે આમાં કેમ જીવતું દેખાય છે? દેખીતી રીતે તેને પાછળથી ઉમેરવામાં આવ્યું હોય શકે છે. અન્ય એક યુઝરે લખ્યું, 'વાઈરલ થવાની પ્રક્રિયામાં વ્યક્તિએ આ મોટી ભૂલ કરી અને તે પકડાઈ ગયો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp