બ્રિજ નીચે ખાલી જગ્યામાં રમતનું મેદાન, આનંદ મહિન્દ્રા કહે-દરેક શહેરમાં હોવુ જોઈએ

PC: ndtv.in

નવી મુંબઈમાં રમતના મેદાનને લઈને એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં પુલની નીચેની ખાલી જગ્યાનો સચોટ ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજની નીચે બાળકોને રમવા માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી જગ્યા તૈયાર કરવામાં આવી છે. જ્યાં છોકરાઓ કોઈપણ ગેમ રમી શકે છે અને આ બ્રિજની સૌથી મહત્વની વાત એ છે કે, તેમાં જવા માટે તમારે કોઈ મેમ્બરશિપ લેવાની જરૂર નથી, અહીં કોઈપણ વ્યક્તિ આવીને ફ્રીમાં રમી શકે છે. આમ પણ, શહેરોમાં રમતના મેદાનોની અછત હોય જ છે. છોકરાઓ માટે ઘરમાં જ રમતા રહે છે. તેના કરતાં અહીં આવીને જ્યાં સુધી તેમનું મન હોય ત્યાં સુધી રમી શકે છે.

તમે ઘણીવાર જોયું હશે કે લોકો બ્રિજની નીચે ખાલી જગ્યા પર કચરો ફેંકવા લાગે છે. પરંતુ નવી મુંબઈમાં બ્રિજ નીચે રમતનું મેદાન બનાવીને સમગ્ર ભારતની સામે એક સારું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. ખાલી જગ્યાનો આનાથી સારો ઉપયોગ કોઈ હોઈ શકે નહીં. @Dhananjay_Tech નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ મેદાનને લગતો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે મેદાનની ખાસિયતો વિશે જણાવી રહ્યો છે.

વીડિયોમાં છોકરો એમ કહેતો સાંભળી શકાય છે કે, એક તરફ પુલ ઉપરથી વાહનો આગળ વધી રહ્યા છે અને નીચે અમે ક્રિકેટ રમી રહ્યા છીએ. છોકરાએ એમ પણ કહ્યું કે, અહીં ક્રિકેટ રમતી વખતે બોલ બહાર જઈ શકતો નથી, કારણ કે બ્રિજની નીચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચારે તરફ જાળી લગાવેલી છે. બાસ્કેટ બોલ તરફ ઈશારો કરતા છોકરાએ કહ્યું કે અહીં તમે બાસ્કેટ પણ બોલ રમી શકો છો અને આ બેડમિન્ટન કોર્ટ છે, તો તમે અહીં બેડમિન્ટન પણ રમી શકો છો અને તે બિલકુલ ફ્રી છે, કોઈપણ અહીં આવીને રમી શકે છે. છોકરાએ બ્રિજની નીચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધાઓને ખૂબ સારી ગણાવી અને ખાલી જગ્યાનો ઉપયોગ પણ શ્રેષ્ઠ ગણાવ્યો.

છોકરાનો આ વીડિયો દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, શ્રેષ્ઠ કાયાકલ્પ, આવું દરેક શહેરમાં થવું જોઈએ. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આનંદ મહિન્દ્રાની આ ટ્વીટને 40 લાખ લોકોએ જોઈ છે અને 85 હજાર લોકોએ લાઈક કરી છે. આ વીડિયો જોયા બાદ લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. કેટલાક લોકોએ ટિપ્પણી કરી અને લખ્યું, શહેરમાં આવા સ્થળોનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. આપણે સૌએ આમાં પોતાનો ભાગ ભજવવો જોઈએ. જ્યારે, ઘણા લોકોએ આ સ્થળના ઉપયોગને ખૂબ જ સારો અને પ્રશંસનીય ગણાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp