અયોધ્યાના નરસિંહ મંદિરના પૂજારીએ ફાંસો ખાધો, કહ્યું પોલીસ રૂપિયા માગે છે

PC: newstrack.com

અયોધ્યાથી મન દુઃખાવનારા એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં નરસિંહ મંદિરના પૂજારી રામ શંકર દાસે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરવાની થોડી સેકન્ડો અગાઉ તેમણે ફેસબુક લાઈવ કર્યું હતું. તેમનું કહેવું હતું કે તેમના પર પોલીસ અત્યાચાર કરી રહી છે. પોલીસ તેમની પાસે 2 લાખ રૂપિયા માગી રહી છે. મેં કાલે રાત્રે ભોજન કર્યું નથી. હું 2 લાખ રૂપિયા ક્યાંથી લાવીશ. પહેલા મારા ગુરુને ગાયબ કરી દીધા અને તેનો આરોપ મારા પર લગાવીને મને ફસાવી દીધો. લઈ લો આ મંદિર મને નથી જોઈતું.

રામ શંકર દાસે આત્મહત્યા પહેલા ફેસબુક પર લાઈવ થઈને ઘણી વાતોનો ખુલાસો કર્યો હતો. આ જ મંદિરના મહંત ગુમ થવાના કેસમાં પૂજારી વિરુદ્ધ કેસ નોંધાયેલો હતો. જો કે, આત્મહત્યા કરવા પહેલા પૂજારીએ કહ્યું કે, ‘તેને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પૂજારી પોતાના માથે પહેરેલી પાઘડી ખોલી રહ્યા છે અને તેનાથી જ ફાંસીનો ફંદો બનાવી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે, ‘હું રાયગંજ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અને સુભાષ સિંહના કારણે લાઈવ આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. તમે ન્યાય કરજો.’

ત્યારબાદ ગમછાથી બાંધીને ફાંસીનો ફંદો બનાવે છે અને પછી થોડા સમયમાં વીડિયો બંધ થઈ જાય છે. આત્મહત્યા કરવા પહેલા લાઈવ વીડિયોમાં પૂજારી રામ શંકર દાસે રાયગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને કેટલાક પોલીસકર્મીઓ પર આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનાથી મંદિરના 80 વર્ષીય મહંત રામશરણ દાસ પણ ગાયબ છે. પોલીસ અત્યાર સુધી ગુમ થયેલા મહંત રામશરણ દાસની જાણકારી મેળવી શકી નથી. આ કેસમાં પોલીસે પૂજારી રામ શંકર દાસ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

એક રિપોર્ટ મુજબ, વીડિયોના અંતમાં પૂજારી રામ શંકર દાસે કહ્યું કે, મુખ્યમંત્રી યોગીજી અયોધ્યાનો ખૂબ સુંદર વિકાસ કરી રહ્યા છે. તેઓ વડાપ્રધાન બને. ત્યારબાદ પૂજારી આત્મહત્યા કરી લીધી. આ બાબતે SSP રાજજીએ કહ્યું કે, જ્યારે અમે જોયું તો મંદિરનો દરવાજો બંધ હતો. પૂજારી 2 દિવસથી નજરે પડી રહ્યા નહોતા. ત્યારબાદ અમે તેમનો દરવાજો ખોલ્યો. અમે જોયું કે અંદર તેણે ગમછાથી ફંદો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી. પહેલી નજરમાં આ કેસ આત્મહત્યાનો લાગી રહ્યો છે. જો કે, અત્યારે આ બાબતની તપાસ ચાલી રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp