PM મોદીના મતવિસ્તારની એક શાળાને મળ્યું 618 કરોડનું વીજળી બિલ

PC: youtube.com

સરકાર દ્વારા એક તરફ લોકોની પાસેથી ટ્રાફિક નિયમોના ભંગના દંડના નામે હજારો રૂપિયાની વસુલાત કરવામાં આવે છે અને સરકારની આ નીતિના કારણે દેશના લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. એક તરફ નાગરિક તનતોડ મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને એવામાં સરકાર જનતા પાસેથી હજારો રૂપિયાના દંડની વસુલાત કરીને જનતાની મહેનતની કમાણી દંડના નામે છીનવી રહી છે. આતો થઇ ટ્રાફિકના નિયમોની વાત પરંતુ વીજ કંપની દ્વારા એક વ્યક્તિને હજારો, લાખો રૂપિયા નહીં પરંતુ અબજો રૂપિયાનું વીજબીલ આપવામાં આવ્યું છે. આ ઘટના બની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીમાં.

એક રિપોર્ટ અનુસાર વારાણસીના વિનાયક વિસ્તારમાં આવેલી ખાનગી શાળાને વીજ કંપની દ્વારા અબજો રૂપિયાનું વીજબીલ આપવામાં આવ્યું હતું. અબજો રૂપિયાનુ વીજબીલ જોઈને શાળાના સંચાલકો ચિંતામાં મૂકાઈ ગયા હતા. આ ઉપરાંત આ વીજબીલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વીજબીલ 7 સપ્ટેમ્બર સુધીમાં નહીં ભરવામાં આવે તો વીજળીનું કનેક્શન કાપવાની પણ સુચના આપવામાં આવી છે. શાળાના સંચાલકોએ અબજો રૂપીયાના વીજબીલ અંગે વીજ કંપનીને રજૂઆત કરી હતી. છતાં પણ વીજ કંપની દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનો નિવેડો લાવવામાં આવ્યો નથી.

શાળાના સંચાલકોનું કહેવું છે કે, તમને અગાઉના તમામ વીજબીલની ચૂકવણી સમયસર કરી છે, છતાં પણ અબજો રૂપિયાનું વીજબીલ તેમને કેમ આપવામાં આવ્યું તે તેઓને સમજાતું નથી. આ સમગ્ર મામલે હવે જોવાનું એ રહે છે કે, વીજ કંપની દ્વારા સંચાલકોની સમસ્યાનો નિવેડો લાવવામાં આવે છે કે, પછી શાળાના સંચાલકોને કોઈ અન્ય માર્ગ અપનાવવાનો વારો આવે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp