જોઇન્ટ સેક્રેટરી જેવા મહત્ત્વના પદો પર સરકાર હવે ખાનગી નિષ્ણાતોની નિમણુંક કરશે

PC: rediff.com

કેન્દ્રની મોદી સરકાર ટોચના સ્તર પર મોટી સંખ્યામાં બહારના વિશેષજ્ઞોને નિયુક્ત કરવાનો વિચાર કરી રહી છે. ખાસ વાત એ છે કે આ નિયુક્તિ જોઇન્ટ સેક્રેટરી જ નહીં, પરંતુ લોઅર ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર સ્તર પર પણ થઇ શકે છે. સરકારે આ પગલું પ્રશાસનિક કામોમાં જાણકારો અને સુધારો લાવવાના ઉદ્દેશ સાથે ઉઠાવ્યું છે. એક અહેવાલ મુજબ, 3 જુનના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના સચિવે પોતાના વિભાગની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સચિવે એક પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે જેના હેઠળ પ્રાઇવેટ સેક્ટરના 400 વિશેષજ્ઞોને સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ હેઠળ ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર જેવી પોસ્ટ માટે ભરતી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સરકારમાં સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ હેઠળ ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર સ્તરના 650 પદો છે. એવામાં 400 પદો પર પ્રાઇવેટ સેક્ટરના જાણકારોની ભરતીનો અર્થ છે એ છે કે પ્રશાસનના આ મહત્ત્વના 60 ટકા પદો પર ખાનગી ક્ષેત્રના વિશેષજ્ઞોનો કબજો હશે.

ઉલ્લેખનીય છે કે, હાલ જોઇન્ટ સેક્રેટરી અને ડાયરેક્ટર જેવા પદો UPSC દ્વારા ભરવામાં આવે છે. ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટના 650 પદો પ્રમોશન વડે ભરવામાં આવે છે. સરકાર હવે આ પદો પર ખાનગી ક્ષેત્રના જાણકારો વડે ભરતી કરવા જઇ રહી છે. જેની જાહેરાત સરકારે પહેલા જ કરી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના અધિકારી હાલ ખાનગી ક્ષેત્રના વિશેષજ્ઞોની ભરતી પ્રક્રિયામાં યોગ્યતાના માપદંડને અંતિમ રૂપ આપવાનો વિચાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp