એક એવું ગામ જ્યાં સાયરન વાગતાની સાથે જ લોકો દોઢ કલાક મોબાઈલ, ટીવી છોડી દે છે

PC: uchealth.org

લોકડાઉનના દિવસો દરમિયાન લોકોને મોબાઈલ, ટીવી જેવા ઘણા ઇલેક્ટ્રોનિક સાધનોની આદત એવી લાગી હતી કે 1સેકન્ડ પણ આના વગર રહેવું મુશ્કેલ હતું. ત્યાં, મહારાષ્ટ્રના એક ગામમાં આ સમસ્યામાંથી નીકળવા માટે એક અલગ રીત અપનાવવામાં આવી હતી. ગામમાં એક વાર સાયરન વાગે એટલે દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ, ટીવી જેવા બધા જ સાધનો બંધ કરી નાખે છે. તેમજ દોઢ કલાક પછી ફરીથી બીજુ સાયરન વાગે એટલે લોકો આ સાધનોનો વપરાશ શરૂ કરી દે છે. આ દોઢ કલાકમાં લોકો એક બીજા જોડે વાતો કરે, પુસ્તકો વાંચે અને એક બીજાની સુખ દુઃખની વાતો કરે. આવું એક દિવસ નહિ પણ સપ્તાહના સાતે દિવસ ચાલે છે.

આ વાત છે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મોહિત્યાંના વડગામની. અહીંના લોકોએ ઇલેક્ટ્રોનિક્સ સાધનોની આડઅસરોને ઓળખી લીધી હતી અને આનાથી દૂર થવા એક એવો પ્રયાસ કરવામાં આવ્યો કે એની હાલ ખૂબ જ ચર્ચા થાય છે. આ ગામમાં દરરોજ મંદિરમાં સાંજે સાત વાગતા એક ડિજિટલ ડિટોક્સિંગ માટે એક સાયરન વાગે છે. જેવો સાયરનનો અવાજ સંભળાય એટલે ગામના બધાજ લોકો તરત પોતાના મોબાઈલ, ટીવી, લેપટોપ જેવા સાધનો બંધ કરી નાખે છે. આના પછી લોકો એક બીજા સાથે વાતો કરે છે, પુસ્તકો વાંચવા હોય એ પુસ્તકો વાંચે છે. ઘરોમાં બધા એક બીજા સાથે સુખ દુઃખ ની વાતો કરે. તેમજ રાતે સાડા આઠ વાગે એટલે તરત બીજું સાયરન વાગે અને લોકો ફરીથી પોતાના સાધનો શરૂ કરી નાખે છે.

ખુશી સાથે નિયમને અનુસરે છે લોકો

જાણવા મળતી વિગત અનુસાર આ ગામમાં ટોટલ ૩૧૦૫ લોકોની વસ્તી છે. ડિજિટલ ડિટોક્સિંગ માટે કોઈ મજબૂરી ન હોય, પણ લોકો પોતાની જાતે જ આ નિયમ માનતા હતા. ઘણી વાર તો લોકો ખૂબ જ જરૂરી હોય તો પણ પોતાના સાધનો બંધ કરી નાખતા. ગામ લોકો આ નિયમની વાતો બધાને કરતા જેનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે.

લોકડાઉનના ટાઇમે આવ્યો વિચાર

કોવિડ લોકડાઉનના ટાઇમે સ્કૂલ બંધ રહેતી, ઑનલાઇન વર્ગના લીધે બાળકો હંમેશા મોબાઇલમાં જ રચ્યાપચ્યા રહેતા. આવી જ રીતે બહાર જવામાં પ્રતિબંધ હોવાના લીધે યુવાઓ અને વડીલો પણ મોબાઈલ અને ટીવીની આદતોના શિકાર થયા ગયા હતા. પણ લોકડાઉન ખુલ્યું એટલે આવો કોઈ પ્રતિબંધના રહ્યો, સ્કૂલ પણ ખુલ્લી ગઈ તો વડગામના સરપંચ વિજય મોહિતેને આવો વિચાર આવ્યો. એમને થયું કે દરરોજ થોડા સમય માટે આ સાધનોને બંધ કરી નાખીએ તો કેવું રહે. તેમણે પોતાના ગામની સભા બોલાવી અને પોતાના વિચાર ગામલોકોને બતાવ્યો. ગામનાં બધાજ લોકો એ આ વિચારની પ્રશંસા સાથે ખુશી ખુશી આ નિયમને લાગુ કરવા કહ્યું. પછી સ્વતંત્રતાના દિવસ સાથે મંદિરમાં સાયરન વગાડવાની પરંપરા શરૂ કરી દેવામાં આવી છે.

સ્વચ્છતાથી સન્માનિત છે આ ગામ

સરપંચ વિજય મોહિતે જણાવ્યું કે એમનું ગામ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતાનો પુરસ્કાર લઇ ચૂક્યું છે. આ ગામએ સ્વતંત્રતાના આંદોલનમાં પણ પોતાનો બહુજ ફાળો આપ્યો છે. હવે આ નવી શરૂઆતને પણ ગંભીરતાથી લાગુ કરવા માટે લોકોને જાગૃત કરાઇ છે અને તેની દેખરેખ માટે અલગ અલગ વોર્ડ માટે કમિટી પણ બનાવી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp