26th January selfie contest
BazarBit

આ મહિલાએ પતિ અને પુત્ર ભૂખ્યા ન રહે એ માટે દિવસો સુધી ખાધુ નહીં, આ વાતનો ડર હતો

PC: dainikbhaskar.com

પ્રિયંકા કુમારી નામની એક મહિલા ઉજળી આશા સાથે બિહારથી ગુરૂગ્રામ આવી હતી. પણ કોરોના વાયરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉને આશા પર પાણી ફેરવી દીધું. લોકડાઉનને કારણે પતિની નોકરી જતી રહી, બીજી વખત નોકરી મળી તો પગાર અગાઉ કરતા અડધો થઈ ગયો. પ્રિયંકાએ એક ઝૂંપડામાં મુશ્કેલી ભર્યા દિવસો પસાર કરી રહી છે. પોતાની આસપાસના કચરાને લીધે સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતામાં છે.

પ્રિયંકાને કોરોના વાયરસ અંગેની કોઈ ખાસ જાણકારી નથી. પ્રિયંકા કહે છે કે, આ ઝૂંપડપટ્ટી છોડવા માગીએ છીએ અને આ મહામારી જો ફેલાઈ ન હોત તો પરિવાર એક મોટા ઘરમાં રહેવા માટે જતો રહ્યો હોત. લોકોને ઘરમાં આવતા પહેલા હું હાથ સેનિટાઈઝ કરવા કહું છું. આરોગ્યને ધ્યાને લઈને બાળકોને બીજા બાળકો સાથે રમવા દેતી નથી. રાશન માટે રજિસ્ટર કરાવવા જ્યારે સ્થાનિક તંત્રને હેલ્પલાઈનમાં કોલ કર્યો તો સામેથી જાણવા મળ્યું કે, જાઓ બિહારમાં ખાવાનું લો, અહીં તમારા માટે કંઈ જ નથી. પણ પ્રિયંકાને આ વાતથી ખાસ કોઈ શોક ન લાગ્યો. આ લોકો હંમેશા એમ જ કરે છે. પણ એ વાતનો ડર હતો કે, ક્યાંય ભીખ માગીને ખાવું ન પડે.

રાશન મેળવવા માટેનો પ્રયત્ન સફળ ન થયો. અનેક દિવસો સુધી હું ખાધા વગર રહી. હવે આજકાલથી મને ખાવાની ઈચ્છા પણ થતી નથી. એવું ઈચ્છું છું કે, કોરોના જતો રહે. મારી પાસે મર્યાદિત પ્રમાણમાં ભોજન સામગ્રી છે. હું એવું ઈચ્છતી નથી કે બાળકો કે પતિ ભૂખ્યા રહે. પ્રિયંકાનો પતિ કમલેશ એક શૉરૂમમાં કામ કરે છે. માર્ચ મહિનામાં થયેલા લોકડાઉનને કારણે નોકરી જતી રહી. મે મહિનામાં ફરી કામ મળ્યું પણ પગાર અડધો થઈ ગયો. જે અગાઉ રૂ.14000 મળતા હતા એ હવે રૂ.7 હજાર હાથમાં આવે છે. જ્યારે જૂન મહિનાાં વેતન મળ્યું નથી. કમલેશે કહ્યું કે, મહામારીના દિવોસમાં બે ટાઈમ જમવા માટે પૈસા ઉધાર લેવા પડ્યા એવી નોબત આવી. પણ મકાન માલિકે ભાડા માટે કોઈ રીતે પરેશાન કર્યા નથી. પ્રિયંકા કહે છે કે, મારા ગામમાં શિક્ષણની સ્થિતિ સારી ન હોવાને કારણે શિક્ષણ પૂર્ણ કર્યું નથી. હવે પરત જવા માગતી પણ નથી. એ ગામમાં શિક્ષણને વેગ આપવામાં આવતો ન હતો. નાની ઉંમરમાં વાલીએ લગ્ન કરી દીધા. પણ હવે દીકરાને નિરક્ષર રહેવા દેવા માગતી નથી.

19 વર્ષની પ્રિયંકા ઉમેરે છે કે, શરૂઆતમાં ટીવીમાંથી કોરોના અંગેના સમાચાર મળતા હવે પૈસા ન હોવાથી ક્નેક્શન નથી અને સ્માર્ટફોન પણ નથી. સરકારે ફ્રી રાશન, શેલ્ટર હોમ તથા રોકડની મદદ કરે છે પણ વાસ્તવિકતા જુદી છે. લોકડાઉન શરૂ થયું ત્યારથી બે ટાઈમ જમવા માટે તનતોડ મહેનત કરવી પડી છે. બિહારનું રાશનકાર્ડ હોવાને કારણે ગુરૂગ્રામના દુકાનદારો પરત મોકલી દે છે. એક જ પરિવારના બીજા વ્યક્તિઓએ ફ્રી સર્વિસનો લાભ લીધો હોવાથી સેન્ટરને ચીજ-વસ્તુઓનું વિતરણ બંધ કરી દીધું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp