4 વર્ષના બાળક સાથે ખોટી ટ્રેનમાં બેસી ગયેલી મહિલા જયપુર પહોંચી, રેલવેએ કરી મદદ

PC: bhaskar.com

કોરોના વાયરસને કારણએ સર્વત્ર એક દેહશતનો માહોલ છે. કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે જતા ડરે છે. પરંતુ, એવા પણ લોકો છે જે આવા માહોલ વચ્ચે માનવતા દાખવી રહ્યા છે. આવો જ એક કેસ સોમવારે રાજસ્થાનના જયપુરમાંથી સામે આવ્યો હતો. જયપુર રેલવે સ્ટેશન પર પટણા નિવાસી અસ્મિતા પોતાની ચાર વર્ષની દીકરી સાથે નાગપુર ગઈ હતી. જે રવિવારે પરત ફરી હતી. પણ ખોટી ટ્રેનમાં બેસી જવાને કારણે તે જયપુર પહોંચી ગઈ હતી.

ત્યાં પહોંચીને તેણે જયપુર અને કોટામાં સંબંધીઓને ફોન કર્યો હતો. પણ સંબંધીઓએ કોઈને કોઈ બહાનું કરીને મદદ માટેની ના પાડી દીધી હતી. જેની મદદ રેલવે તંત્રએ કરી હતી. અસ્મિતાએ કહ્યું હતું કે, શનિવારે પતિ ઉમેશનો ફોન આવ્યો હતો કે, એપ્રિલ મહિનાની શરૂઆતમાં એક ઈન્ટરવ્યૂં છે ઘર પરત આવી જા. તેણે બાગમતી એક્સપ્રેસમાં નાગરપુરથી પટણાની ટિકિટ બુક કરાવી હતી. રવિવારે સવારે તે નાગપુર સ્ટેશન પહોંચી હતી પણ ખોટી ટ્રેનમાં બેસી ગઈ હતી. મૈસુર જયપુરમાં બેસી જતા તે જયપુર પહોંચી ગઈ. કોચમાં વધુ ભીડ પણ ન હતી.એવામાં તે બર્થ પર સૂઈ ગઈ હતી. કોઈ ટીટીઈ પણ કોચની તપાસ કરવામાં આવ્યા નહીં. જ્યારે સવારે આંખ ખુલી ત્યારે તે જયપુર સ્ટેશન પર ઊભી હતી.

તે પોતાની દીકરીને લઈને પ્લેટફોર્મ પર ઊતરી ગઈ. એ દરમિયાન સ્ટેશન પર તહેનાત RPF હેડ કોન્સ્ટેબલ મમતા અને અશોક કુમારે એની પૂછપરછ કરી હતી. એ સમયે તેને ખ્યાલ આવ્યો કે, તે ખોટી ટ્રેનમાં બેસી ગઈ હતી. એ સમયે સ્ટેશન સુપરિટેન્ડેન્ટ ડી.એલ. તનેજા અને અધિકારી રાજકુમારે તેની મદદ કરી હતી.અસ્મિતાને સ્ટેશનમાં સ્થિત એક રૂમ આપ્યો અને જમવાનું પણ આપ્યું. ઘરેથી દૂધ મંગાવીને દીકરીને પણ પીવડાવ્યું. ત્યાર બાદ અસ્મિતાએ નાગપુર ફોન કરીને જાણકારી આપી. ત્યાર બાદ સ્ટેશન સુપરિટેન્ડેન્ટે વાત કરી અને સમગ્ર મામલો કહ્યો હતો. આ પછી પતિ એમને લેવા માટે બાઈક પર નીકળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp