બળદ પર બેસીને ઘોડાની જેમ દોડાવા લાગ્યો યુવક, વાયરલ વીડિયો પર આવ્યા ફની કમેન્ટ્સ

PC: jansatta.com

માનવીના મનમાં ક્યારે શું તુક્કા આવી શકે છે તેનો અંદાજો લગાવી શકાતો નથી. જ્યારે મૂડ મજાનો હોય ત્યારે તેને આજુ બાજુ કોઈ દેખાતું નથી. તે તેના મનમાં જે આવે છે તે જ કરે છે અને કેટલીકવાર જોશમાં ને જોશમાં તે વ્યક્તિને સાચા-ખોટાનો ખ્યાલ ખૂબ મોડો આવે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ રસ્તા પર બળદ પર સવારી કરતો જોવા મળી રહ્યો છે.

ઉત્તર પ્રદેશમાં બળદ ચૂંટણીનો મુદ્દો રહી ચુક્યો છે. ખુલ્લામાં રખડતા આખલાઓને લઈને સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સરકારે ખેડૂતોને તેમનાથી મુક્ત કરવાનું વચન પણ આપ્યું હતું. હાલમાં એક બળદનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે અંગે કોઈ નક્કર માહિતી મળી શકી નથી, પરંતુ બળદને ઘોડાની જેમ દોડાવતો યુવકનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. જોકે કેટલાક લોકોનો દાવો છે કે આ વીડિયો બનારસનો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, રાતનો સમય છે, રસ્તો લગભગ ખાલી છે. એક માણસ મોટરસાઇકલ પર જતો જોવા મળે છે અને પાછળ એક બળદ દોડતો આવે છે. બળદ પર એક યુવાન બેઠો છે. યુવકે બળદની ગરદન પકડી રાખી છે. દૂરથી જોવા પર એવું લાગે છે કે જાણે તે બળદ નહીં પણ ઘોડા પર સવારી કરે છે.

વીડિયોમાં યુવક ‘કૈલાશપતિ નાથ કી જય’ના નારા લગાવી રહ્યો છે. કેટલાક લોકો રસ્તાની બાજુમાં ઉભા રહીને વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે અને હસી રહ્યા છે. દોડતી વખતે આ બળદ કદાચ કોઈ દુકાનમાં ઘૂસી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ફની રિએક્શન આપી રહ્યા છે.

વીડિયો શેર કરીને કુમાર ગૌરવ સિંહે લખ્યું છે કે, કબીરા તેરે દેશમાં અલગ-અલગ પ્રકારના લોકો છે. નિશાંત ત્રિવેદી નામના યુઝરે લખ્યું કે, ભારતમાં કંઈ પણ અશક્ય નથી. @KunwarS71374609 યુઝરે લખ્યું કે, આવા નમૂનાઓથી આપણે આગળને આગળ વધી રહ્યા છીએ, 'કોઈ એનો ઈલાજ કરાવો ભાઈ.', @Ashish_livenow યુઝરે લખ્યું કે, પહેલા તો લાગ્યું કે, તે ઘોડો છે.

એક યુઝરે લખ્યું કે, UP પોલીસ કર્મચારીઓ, હવે ચલણ કાપીને બતાવો. @Sanjay190083 યુઝરે લખ્યું કે, ખબર નથી કે તેનું લેન્ડિંગ કેવું રહ્યું હશે. @randheerjnp યુઝરે લખ્યું કે, ભોલેનાથ પછી આ વ્યક્તિ બળદની સવારી કરી રહ્યો છે. રાકેશ નામના યુઝરે લખ્યું કે, આત્મનિર્ભર બનવા તરફ, વગર પેટ્રોલના વાહનમાં સફર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp