યુવકના લગ્ન ચાલી રહ્યા હતા, પહેલી પત્નીએ સ્ટેજ પર આવીને જાહેરમાં તેને ફટકાર્યો

લગ્નની જાન કન્યાના દરવાજા સુધી પહોંચી ગઈ હતી. વરરાજા સ્ટેજ પર પહોંચી ગયો હતો અને તે કન્યાની રાહ જોઈ રહ્યો હતો. પછી અચાનક બીજી એક સ્ત્રી સ્ટેજ પર આવી અને જ્યાં સુધીમાં આસપાસના લોકો કંઈપણ સમજી શકતા હતા. ત્યાં સુધીમાં તો તેણે વરરાજાને મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન વચ્ચે પાડવા આવેલા વરરાજાના પરિવારના સભ્યોને પણ માર મારવામાં આવ્યો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, વરરાજા તેને છૂટાછેડા આપ્યા વિના બીજી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે. હોબાળાના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મામલો શાંત કરાવ્યો અને હવે તેઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.
આ મામલો ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાનો છે. ઝાંસીના સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભટ્ટા ગામમાં સ્થિત નૂર ગાર્ડન મેરેજ હોલમાં વિદ્યા પ્રકાશ વિક્રમના પુત્ર દિવ્ય પ્રકાશ વિક્રમના લગ્ન થઈ રહ્યા હતા. દિવ્યા પ્રકાશ ખૂબ જ ધામધૂમથી લગ્નની જાન લઈને જાનૈયાઓ સાથે લગ્નમંડપમાં પહોંચ્યા. શરૂઆતની બધી વિધિઓ પછી, તેમને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા. વિક્રમ સ્ટેજ પર બેઠો હતો ત્યારે એક મહિલા તેના પરિવાર સાથે ત્યાં પહોંચી. અને વરરાજાને માર મારવાનું શરૂ કર્યું. જ્યારે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેઓએ ફરીથી હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. ઘણી હોબાળો થયા પછી, પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ધમાલ મચાવી રહેલી મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યાં પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ સારિકા જણાવ્યું. સારિકાના મતે, તે વરરાજાની પહેલી પત્ની છે.
સારિકાએ વધુમાં જણાવ્યું કે, તેના લગ્ન વર્ષ 2020માં થયા હતા. લગ્નના ત્રણ મહિના પછી, તેના પતિએ તેને માર માર્યો અને ઘરમાંથી કાઢી મૂકી. ત્યાર પછી તે તેના પિયરમાં રહેવા લાગી. તેમના મતે, તેમનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને છૂટાછેડાનો કેસ હજુ સુધી ફાઇનલ થયો નથી.
વરરાજાએ જણાવ્યું કે લગ્ન પછી, સારિકા તેના ઘરેથી ઘરેણાં અને રોકડ રકમ લઈને તેના પિયરના ઘરે ભાગી ગઈ હતી. ત્યાર પછી તેણે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. કોર્ટે સારિકાને ઘણી વખત નોટિસ મોકલી. પરંતુ તેમના તરફથી કોઈએ પણ તેને રિસીવ ન કર્યું. પછી કોર્ટે એક જાહેરાત પ્રકાશિત કરાવી. તો પણ, સારિકાના પક્ષ તરફથી કોઈ આવ્યું નહીં. ત્યાર પછી કોર્ટે 20 એપ્રિલ 2024ના રોજ એકપક્ષીય છૂટાછેડા મંજૂર કર્યા.
દિવ્યા પ્રકાશે વધુમાં જણાવ્યું કે, છૂટાછેડા પછી તેણે બીજી છોકરી વંદના સાથે પોતાના લગ્ન નક્કી કર્યા. અને તેની પાસે છૂટાછેડાના કાગળો પણ છે. ઝાંસી સર્કલ ઓફિસર રામવીર સિંહે જણાવ્યું હતું કે, 2 ફેબ્રુઆરીના રોજ ડાયલ નંબર 112 પરથી માહિતી મળી હતી કે, એક લગ્ન સમારોહમાં ઝઘડો થઈ રહ્યો છે. ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા.
તેમણે વધુમાં કહ્યું કે, દિવ્યા પ્રકાશની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, તેમના છૂટાછેડા થયા નથી. પરંતુ દસ્તાવેજો તપાસ્યા પછી, વરરાજાના પક્ષ લોકો સાચા હોવાનું જાણવા મળ્યું. એપ્રિલ 2024માં તેમના છૂટાછેડા થઇ ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp