BSNL અને MTNLના આટલા કર્મચારીઓએ કરી VRS માટે અરજી, સરકારની યોજના બંધ

PC: thenewsminute.com

BSNL અને MTNLના 92,700 કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધા પછી મંગળવારે આ યોજના બંધ થઈ ગઈ. સરકારની માલિકીની બંને ટેલિકોમ અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ યોજના હેઠળ BSNLના 78,300 કર્મચારીઓ અને MTNLના 14,378 કર્મચારીઓએ VRS માટે અરજી કરી હતી.

BSNLના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પૂરવારે જણાવ્યું હતું કે, બધા સર્કલમાંથી મળેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં લગભગ, 78,3૦૦ કર્મચારીઓએ VRS લીધા છે. આ અમારા લક્ષ્ય સાથે બંધબેસે છે. MTNLના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર સુનિલ કુમારે કહ્યું કે PSUએ VRS લક્ષ્યાંકને વટાવી દીધો છે.

તેમણે કહ્યું, 14, 378 કર્મચારીઓએ 13, 650 કર્મચારીઓના લક્ષ્યાંકની સામે VRS અપનાવ્યો છે. આ આપણું વાર્ષિક પગાર બિલ રૂ.2,272 કરોડથી ઘટાડીને 500 કરોડ કરશે. જેને લીધે કંપનીને મોટો ફાયદો થઇને કંપનીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે બંને પબ્લિક સેક્ટર કંપનીઓને મર્જ કરવાની જાહેરાત કરી હતી અને તે પહેલા એવી પણ ચર્ચા હતી કે સરકાર આ બંને કંપનીઓને કાયમી બંધ કરવા માગે છે, પણ આ ચર્ચા દરમિયાન જ સરકાર તરફથી એક ચોંકાવનારો નિર્ણય લઇને બંને કંપનીઓ માટે બેલઆઉટ પેકેજની જાહેરાત સાથે MTNLને BSNLનાં મર્જ કરવાની જાહેરાત કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp