Video: હેલમેટના ભૂક્કા, હાઇવે પર યૂટ્યૂબરનું મોત, 1 દિવસ પહેલા 279ની સ્પીડે...

યુટ્યૂબ પર વીડિયો બનાવીને ફેમસ થવા માટે યુવાનો એટલી હદે પાગલપન કરે છે કે પોતાના જાનની પણ પરવા કરતા નથી. એક યુટબુર હાઇવે પર 300ની સ્પીડે બાઇક ચલાવતા ચલાવતા વીડિયો બનાવી રહ્યો હતો તે વખતે બાઇક પરથી અંકુશ ગુમાવી દીધો  અને સીધો ડિવાઇડર સાથે ભટકાઇને મોતને ભેટ્યો હતો. હેલમેટ પણ તેને બચાવી શક્યું નથી. એક દિવસ પહેલા જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, તેમાં પણ એ 279ની સ્પીડે બાઇક દોડાવી રહ્યો હતો.

દિલ્હીમાં થનારી લોંગ રાઇડ કોમ્પિટિશનમાં ભાગ લેવા જઇ રહેલા દહેરાદુનના એક જાણીતા યુટ્યૂબરનું યમુના એક્સપ્રેસ વે પર મોત થયું છે. આ યુવક એક તો 300ની સ્પીડ પર બાઇક ચલાવી રહ્યો હતો અને સાથે વીડિયો બનાવી રહ્યો હતો તે વખતે બાઇક ઘડાકાભેર ડિવાઇડર સાથે ભટકાઇ હતી અને હેલમેટ પણ યુવાનને બચાવી શકી નહોતી.

હેલમેટોન કચ્ચરઘાણ વળી ગયો હતો. નવાઇની વાત એ છે કે આ યુવાન પોતાના ડિસ્કલેમરમાં લોકોને ઝડપી બાઇક નહી ચલાવવાની શિખામણ આપતો હતો. યુટ્યુબરનું ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે યુટ્યુબર યમુના એક્સપ્રેસ વે પર 300ની સ્પીડ પર ચલાવતી વખતે વીડિયો બનાવી રહ્યો હતો. તે જ સમયે બાઇક ડિવાઇડર સાથે અથડાઇ હતી, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

યુટ્યૂબર અગસ્ત્ય ચૌહાણ દિલ્હીમાં યુટ્યૂબર્સની બેઠક પહેલાં પોતાના 4 બાઇક રાઇડર્સ મિત્રો સાતે યમુના એક્સપ્રેસ વે પર બાઇક રાઇડિંગ માટે નિકળ્યો હતો. દિલ્હી પરત ફરતા સમયે સવારે 10 વાગ્યે ટપ્પલ સીમા પોઇન્ટ 46 પાસે અચાનક તેની બાઇક અનિયંત્રિત થઇ ગઇ હતી અને ડિવાઇડર સાથે ભટકાઇ ગઇ હતી.

અગસ્ત્ય ચૌહાણ પ્રો રાઇડર1000 નામની યુટ્યૂબ ચેનલ ચલાવતો હતો અને એના માટે વીડિયો બનાવતો રહેતો હતો. યુટ્યૂબ પર તેના કરોડો વ્યૂ છે અને લાખો સબસ્ક્રાઇબર છે. તે તેના બાઇક રાઇડિંગના પ્રોફેશનલ વીડિયો અપલોડ કરતો અને પોતાના વીડિયોમાં તેણે ડિસ્કલેમર પણ નાંખી રાખ્યું છે અને લોકોને ઝડપી બાઇક નહીં ચલાવવાની ચેતવણી પણ આપતો હતો.

જાણવા મળેલી માહિતી મુજબ તાજેતરમાં જ અગસ્તય દહેરાદુનમાં જાહેરમાં સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી કરી  હતી. તેની પાસે અનેક બાઇક હતી અને તે બાઇકને કારણે જ તેને સન્માન મળ્યું હતું.

અગસ્ત્યના પિતા જિતેન્દ્ર ચૌહાણ પહેલવાન છે અને તેમણે અનેક મેડલ પણ જીતેલા છે. તેમણે કહ્યું કે તેઓ તેમની દીકરીને વિદેશ મોકલવા માટે એરપોર્ટ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ અગસ્ત્યના અકસ્માતના સમાચાર મળ્યા હતા.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp