લદ્દાખના સાંસદ જામ્યાંગ શેરિંગનો વધુ એક વીડિયો વાયરલ

PC: livemint.co

 જમ્મુ કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવ્યા બાદ લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળી ગયો છે. લદ્દાખના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે લોકસભામાં રસપ્રદ ભાષણ આપીને આખાં દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હવે નામગ્યાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ હાથમાં તિરંગો લઇને લોકોની સાથે ખુશીમાં ડાન્સ કરતા જોઇ શકાય છે.

લદ્દાખ સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ તરફથી જારી કરવામાં આવેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે તેઓ કલમ 370 હટ્યા બાદ લેહ પહોંચ્યા હતા. આ દરમિયાન લેહ-લદ્દાખના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. વીડિયોમાં એ પણ જોઇ શકાય છે કે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા પર લોકોએ ખુશીથી આ વાતનો સ્વીકાર કર્યો છે અને તે વાતની ભારે ઉજવણી કરી રહ્યા છે. તેમના હાથમાં તિરંગો છે અને લોકો સાથે સંગીતની ધૂન પર જામયાંગ શેરિંગ ડાન્સ કરી રહ્યા છે. ટ્વીટરક તેમનો આ વીડિયો હાલ વાયરલ થયો છે.

જામયાંગ શેરિંગે આ વીડિયો શેર કરતા લખ્યું કે, લદ્દાખના લોકો પર્યાવરણ સંરક્ષણમાં વિશ્વાસ રાખે છે. તેથી લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની ખુશીની ઉજવણી ફટાકડા ફોડ્યા વિના કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ વીડિયો દર્શાવે છે કે લોકો ઇકો ફ્રેન્ડલી ઉજવણી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા લોકસભામાં જામ્યાંગ શેરિંગે 17 મિનિટના પોતાના ભાષણમાં કાશ્મીર મામલે ભારત સરકારના નિર્ણયનું સમર્થન કરતા લદ્દાખના દલીલનો સ્વીકાર થયો હોવાની વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp