અધિકારીઓને 2250 કરોડની લાંચ આપવામાં અદાણીનું કોડ નેમ હતું The Big Man
અમેરિકાની કોર્ટે ગૌતમ અદાણી અને 7 ડિરેકટરો સામે લાંચ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. અદાણી ગ્રુપે ભારતમાં સરકારી અધિકારીઓને સોલાર એનર્જિ પ્રોજેક્ટ માટે 2250 કરોડની લાંચ આપી હોવાનો આરોપ છે.
ભારતની અદાણી અને અમેરિકાની ઇશ્યુર કંપની એજ્યોરે સરકારી માલિકીની સોલાર પાવર એનર્જિ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 12 ગીગાવોટ સોલાર એનર્જિ ઉપલબ્ધ કરાવવા માટે કોન્ટ્રાક્ટ મેળવેલો. ભારતમાં ખરીદદાર ન મળ્યા અને મોટું જોખમ દેખાયું એટલે એજ્યોર અને અદાણી ગ્રુપે ભારતના અધિકારીઓને લાંચ આપવાની યોજના બનાવી.
જાણવા મળેલી વિગત મુજબ લાંચના બદલામાં સરકારી અધિકારીઓની જવાબદારી હતી કે રાજ્યની વિજ નિતરણ કંપનીઓ સાથે સોલાર પાવર એનર્જિ કોર્પોરેશન સાથે કરાર કરવા માટે સમજાવે. અધિકારીઓએ આ કામ કરી દીધું અને અદાણી ગ્રુપે લાંચની રકમ ચૂકવી દીધી.
લાંચની વાત ગુપ્ત રાખવા કોડ નેમ રખાયા હતા. જેમ કે ગૌતમ અદાણી માટે નુમેરો ઉનો અથવા The Big Man રાખવામાં આવ્યું હતું. અદાણી પોતે આ અધિકારીઓને મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp