અધીર રંજન ચૌધરી બોલ્યા-હા, હું પાકિસ્તાની છું, આ દેશ PM મોદી કે અમિત શાહના...

PC: vasundharatv.com

નાગરિકતા સંશોધન કાયદાને લઇને ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું વાંકયુદ્વ હજુ પણ ચાલુ જ છે. કોંગ્રેસના લોકસભાના સાંસદ અધીર રંજન ચૌધરી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર વિવાદ હજુ પૂરો નથી થયો, ત્યાં જ અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભાજપના લોકો મારો પરિચય પાકિસ્તાની તરીકે કરાવે છે, આજે હું કહેવા માંગુ છું કે હાં, હું પાકિસ્તાની છું.

પશ્વિમ બંગાળના નોર્થ 24 પરગણામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, મને પાકિસ્તાની કહીને બોલાવવામાં આવે છે, આજે હું કહેવા માંગું છું કે, હાં, હું પાકિસ્તાની છું. તમે જે કરવાના હો તે કરી લો. આજે આપણા દેશમાં કોઇ સાચી વાત નથી કરી શકતું. કારણ કે, જો કોઇ સાચી વાત કહે છે તો તેને દેશદ્રોહી કહી દેવામાં આવે છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, આજે આપણે ક્યાં રહીએ છીએ? આપણને એ જ કરવાનું કહેવામાં આવે છે જે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે. અમને એ સ્વીકાર નથી, આ દેશ નરેન્દ્ર મોદી અને અમિત શાહના બાપનો નથી. ભારત કોઇના બાપની સંપત્તિ નથી. બંનેએ આ વાત સમજવી જોઇએ કે, તેઓ આજે છે અને કાલે નહીં હોય.

આ પહેલા પણ અધીર રંજન ચૌધરીના નિવેદન પર વિવાદ થઇ ચુક્યો છે. જમ્મુ-કાશ્મીરના DSP દેવેન્દ્ર સિંહનું આતંકી કનેક્શન બહાર આવ્યા પછી તેમણે કહ્યું હતું કે, જો દેવેન્દ્ર સિંહનું નામ દેવેન્દ્ર ખાન હોત તો RSSની ટ્રોલ આર્મીએ આ બાબતને લઈ અત્યાર સુધીમાં ઘણી વાતો વહેતી કરી દીધી હોત. અધીર રંજન ચૌધરીના આ નિવેદન પર અત્યાર સુધી વિવાદ થયો હતો, ત્યારબાદ કોંગ્રેસે પોતે જ આ નિવેદનને અલગ કર્યુ હતું. આ પહેલા પણ અધીર રંજન ચૌધરીના ઘણાં નિવેદનો વિવાદનું કારણ બની ચુક્યા છે. જેમ કે લોકસભાની અંદર જમ્મુ-કાશ્મીરની બાબતને આંતરરાષ્ટ્રીય કહેવી, આ બાબત પર પણ ભાજપે વિવાદ ઊભો કર્યો હતો. આ સિવાય અધીર રંજન ચૌધરી એક નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘૂસણખોર પણ કહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp