26th January selfie contest

15 વર્ષ પછી આ સરકારી વાહનો બની જશે 'કબાડ': ગડકરી, જાણો નિયમોમાં થયેલો બદલાવ

PC: ndtv.in

પર્યાવરણમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર સતત કામ કરી રહી છે. આના માટે પહેલેથી જ ઘણા નિયમો પણ બની ચૂક્યા છે અને હવે આ ક્રમમાં વધુ એક નવો નિયમ આવી ચુક્યો છે. સરકારે પહેલાથી જ જૂના ખાનગી વાહનો અને ડીઝલ વાહનોને એક ચોક્કસ મર્યાદાથી વધુ ચલાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે આ લગામનો અમલ સરકારી વાહનો પર પણ કડક રીતે થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, 15 વર્ષ પછી તમામ સરકારી વાહનોને ચાલવા દેવામાં નહિ આવે અને આ સમય પૂરો થયા બાદ આ વાહનોને સ્ક્રેપ કરી દેવામાં આવશે.

આ નવા નિયમો તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે, જે અંતર્ગત 15 વર્ષથી જૂની સરકારી બસો, ટ્રક અને કારને ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમને અહીં બતાવી દઈએ કે, આ વાહનોને સ્ક્રેપ નીતિ હેઠળ નષ્ટ કરવામાં આવશે અને સંબંધિત સરકારી વિભાગો તેમને નષ્ટ કરવાની જવાબદારી ઉઠાવશે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, સરકારી વાહનો માટે લાવવામાં આવેલ આ નિયમ સ્ક્રેપ પોલિસી હેઠળ લાવવામાં આવ્યો છે. આ નિયમમાં દિલ્હી જેવા સ્થળોએ 10 વર્ષ જૂના ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે. જ્યારે પેટ્રોલ વાહનો 15 વર્ષ સુધી ચલાવી શકાય છે. આ પછી આ વાહનોને  સ્ક્રેપ કરવા પડશે. સરકારે રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપરની પણ નિમણૂક કરવામાં આવી છે, જેઓ આ નિયમના સરળ અમલીકરણની ખાતરી કરવા માટે આવા વાહનોને તોડી પાડવાનું કાર્ય કરે છે.

જો તમારું વાહન એટલું જૂનું ન હોય તો પણ નવા ઉત્સર્જન ધોરણો હેઠળ 1 એપ્રિલ, 2023થી ડીઝલ વાહનોનું વેચાણ બંધ થઈ જશે. આ હેઠળ, BS 6 સ્ટેજ 2 ના નિયમોનું પાલન ન કરતા વાહનોના વેચાણ પર પ્રતિબંધ છે અને નિયમોના ભંગ બદલ દંડ લાદવામાં આવી શકે છે. નવા ધોરણો હેઠળ વધુ ઇંધણ કાર્યક્ષમ એન્જિન રજૂ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને CO2 ઉત્સર્જનમાં ઘટાડો કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp