હવે UP પોલીસ હેલ્મેટની શોધ કરશે, વકીલે નોંધાવ્યો કેસ

PC: livehindustan.com

ભેંસ, કૂતરા અને બકરીને શોધવા માટે પ્રખ્યાત ઉત્તર પ્રદેશ પોલીસ હવે બ્લેક હેલ્મેટની શોધ કરશે. હકીકતમાં, લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં એક વકીલે પોતાની બ્લેક હેલ્મેટની ચોરીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે વકીલની વાતને ગંભીરતાથી લીધી ન હતી અને રિપોર્ટ દાખલ કરવાને બદલે તેને ત્યાંથી વિદાય કરી દીધો હતો. આ પછી વકીલે કોર્ટનો આશરો લીધો હતો. કોર્ટના આદેશ પછી પોલીસે FIR નોંધવી પડી હતી. હવે પોલીસે વકીલની ચોરાયેલી હેલ્મેટ શોધવી પડશે.

લખનઉના વકીલ પ્રેમ પ્રકાશે જણાવ્યું કે, તે વૃંદાવન કોલોનીમાં રહે છે. 17 ઓગસ્ટના રોજ બપોરે 2.30 વાગ્યે તેઓ GPO હઝરતગંજમાં નોટિસ પોસ્ટ કરવા ગયા હતા. આ દરમિયાન કોઈએ તેનું હેલ્મેટ ચોરી લીધું હતું. અમે અટલ ચોક ચોકી પર પહોંચ્યા ત્યારે ઈન્સ્પેક્ટર રાહુલ સિંહે બે કોન્સ્ટેબલને મોકલ્યા. CCTV ફૂટેજમાં બે યુવકો હેલ્મેટ લઇ જતા દેખાયા હતા. જ્યારે તે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવવા ગયો ત્યારે ઈન્સ્પેક્ટરે આનાકાની કરી અને તેને પાછો મોકલી દીધો. પછી બીજા દિવસે મને મળવા બોલાવ્યો પણ કેસ કર્યો ન હતો. આ પછી તે રજાનો ઉલ્લેખ કરીને ચાલ્યો ગયો હતો. પછી તો તેણે મળવાનું જ બંધ કરી દીધું. પોલીસ કમિશનરને E-મેલ પર ફરિયાદ કરી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હેલ્મેટ ચોરીનો રિપોર્ટ નોંધવા ઈન્સ્પેક્ટર રાહુલ સિંહ 14 દિવસથી તેને આમ-તેમ દોડાવી રહ્યા હતા. આ પછી વકીલે UP કોપ એપ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી. ત્યાંથી 'ખોવાઈ ગયું-મળી ગયું' ત્યાં જઈને ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું હતું.

IGRS પર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પછી, જ્યારે તેઓ ફરીથી અરજી લઈને ઈન્સ્પેક્ટર પાસે ગયા, તો તેમણે કહ્યું કે, વકીલ એક નવું હેલ્મેટ લઈ લો, પરંતુ કેસ ન કરો. જેનાથી પરેશાન વકીલે કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટના આદેશ પર, હઝરતગંજ પોલીસે આખરે 26 સપ્ટેમ્બરના રોજ બે અજાણ્યા લોકો સામે હેલમેટ ચોરીનો કેસ નોંધ્યો હતો. ઈન્સ્પેક્ટર વિક્રમ સિંહે કહ્યું કે, કોર્ટના આદેશ પર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે અને હેલ્મેટ ચોરી કરનારા લોકોની શોધ કરવામાં આવી રહી છે. આ અંગે ADCP સેન્ટ્રલ મનીષા સિંહે જણાવ્યું કે, ગુરુવારે મોડી સાંજે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. હવે તપાસ પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, રાજ્યની રાજધાનીમાં હેલ્મેટ ચોરીની પહેલી FIR નોંધાઈ છે. હેલ્મેટ ચોરીના આ સમાચાર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp