પારિકરના ખરાબ સ્વાસ્થ્યને જોતા BJPએ ગોવા માટે લીધો અગત્યનો નિર્ણય

PC: indianexpress.com

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર બીમાર હોવાને કારણે ગોવાની BJP સરકાર પર સંકટના વાદળ છવાઇ રહ્યા છે. મોકો જોઇને કોંગ્રેસે પણ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો છે. કોંગ્રેસના આ પગલા બાદ BJP સફાળી જાગી છે અને પોતાની સરકાર બચાવવા માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા છે. BJP એ શનિવારે નવી CM ની શોધ કરવાનું ચાલુ કર્યું છે.

BJP પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શનિવારે સાંજે મળતા સ્પષ્ટ થયું છે કે નવો મુખ્યમંત્રી ધારાસભ્યમાંથી જ કોઇક હોઇ શકે છે. કેન્દ્રીય નેતૃત્વ સાથે વાત કર્યા બાદ જ CMના નામ પર અંતિમ નિર્ણય લેવાવાની સંભાવના છે. કેન્દ્રીય પ્રતિનિધિમંડળ તે માટે ગોવા જશે. BJP પોતાની સહયોગી પાર્ટી મહારાષ્ટ્રવાદી ગોમાંટક પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટી અને ત્રણ અપક્ષ ધારાસભ્યો સાથે પણ ચર્ચા કરી રહી છે.

ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યો શનિવારે પારિકરના ખાનગી નિવાસ પર સમર્થન આપવા પહોંચ્યા હતા. મંત્રી વિજય સરદેસાઇના નેતૃત્વમાં પહોંચેલા ધારાસભ્યોએ કહ્યુ હતું કે, ભલે CM ની તબિયત ખરાબ હોય તેઓ CM પદ પર રહેશે ત્યાં સુધી ધારાસભ્યો પારિકર સરકાર સાથે ઉભા રહેશે. જો પાર્ટી કશું કરવા માગતી હોય તો તેઓ સમર્થન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp