મમતા બેનર્જીને મળ્યા પછી BJP નેતાનો કેન્દ્ર પર હુમલો, બોલ્યા- મોદી સરકાર ફેલ

PC: indiannation.in

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા પછી ભાજપા નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકાર પર ટીખા પ્રહાર કર્યા છે. તેમણે આજે સવારે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ કરતા મોદી સરકારનો રિપોર્ટ કાર્ડ બહાર પાડ્યો છે. તેમણે લખ્યું કે મોદી સરકાર ઈકોનોમી, સીમા સુરક્ષા, વિદેશી નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા જેવા મુદ્દા પર ફેલ રહી છે. તેમણે પૂછ્યું કે આ વિફળતાઓની જવાબદારી કોની છે.

બુધવારે ભાજપાના રાજ્યસભા સાંસદ સ્વામીએ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. ત્યાર પછીથી જ રાજકીય અટકળો ચાલી રહી છે. મુલાકાત પછી સ્વામીએ મમતા બેનર્જીની ખૂબ પ્રશંસા કરી છે. સ્વામીએ ટ્વીટ કરી લખ્યું કે જેટલા પણ રાજનેતાઓને મળ્યા કે તેમની સાથે કામ કર્યું, તેમાં મમતા બેનર્જી મોરારજી દેસાઇ, જેપી, રાજીવ ગાંધી, ચંદ્રશેખર અને પીવી નરસિમ્હા રાવ જેવા છે. આ લોકોના કહેવા અને કરવામાં ફરક હોતો નથી. ભારતીય રાજકારણમાં આ એક દુર્લભ ગુણ છે. તો ભાજપા નેતાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ટીએમસીમાં સામેલ થશે તો તેમણે કહ્યું કે હું પહેલાથી જ તેમની સાથે છું. પાર્ટીમાં સામેલ થવાની મારે જરૂર નથી.

સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપા પર પહેલા પણ ઘણાં પ્રહારો કર્યા છે. પણ મમતા બેનર્જી સાથે મળ્યા પછી તે ખુલીને સામે આવ્યા છે. એનડીએ સરકારની બીજી ઈનિંગમાં પણ તેમને કોઇ ભૂમિકા ન મળવા પર નાખુશ સ્વામી થોડા સમયથી સરકારના નિર્ણયોની પણ ખુલીને ટીકા કરી રહ્યા છે.

ગયા વર્ષે પણ જ્યારે બંગાળમાં ભાજપા અને ટીએમસીની વચ્ચે રાજકીય સંગ્રામ ચરમે હતું ત્યારે સ્વામીએ મમતા બેનર્જીને સાચી હિંદુ અને દુર્ગા ભક્ત કહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp