26th January selfie contest

36 લોકોના મોત બાદ મંદિર તોડવાનું કામ શરૂ, લોકોએ કર્યો વિરોધ

PC: aajtak.in

ઈન્દોરના બેલેશ્વર શિવ મંદિરને તોડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચી ગઈ છે. મંદિર પરિસરમાં કરાયેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલી રહ્યું છે. સવારે 6 વાગ્યાથી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. 36 લોકો માર્યા ગયા તે વાવ ને પુરી દીધી હતી. અતિક્રમણ તોડ્યા બાદ જે કાટમાળ નીકળ્યો હતો, તે જ કાટમાળથી સંપૂર્ણ વાવને ભરી દીધી છે. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને 4 પોલીસ સ્ટેશનની ફોર્સ ત્યાં હાજર છે. આ ઉપરાંત ઢાંકણાવાળો કૂવો, ગદરા ખેડી અને સુખલિયામાં મહાનગરપાલિકાનું બુલડોઝર ચાલી રહ્યું છે.

આ દરમિયાન લોકોએ હોબાળો શરૂ કરી દીધો હતો. લોકો મંદિર તોડી પાડવાનો વિરોધ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રામ નવમીના દિવસે બેલેશ્વર મંદિરમાં એક અકસ્માત થયો હતો, જેમાં 36 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બેલે બિલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ટ્રસ્ટને 2 મહિના પહેલા ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપી ચેતવણી આપવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે, પગથિયાંવાળી વાવ પર RCC બાંધકામ ન કરો. તેમ છતાં મંદિર પ્રશાસને પગથિયાંની ઉપર RCCનું બાંધકામ કર્યું હતું.

વાસ્તવમાં મહાનગરપાલિકાએ વાવ પર RCCના બાંધકામ અંગે 2022માં ટેમ્પલ ટ્રસ્ટ કમિટીને નોટિસ મોકલી હતી. આ પછી મંદિર દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો હતો, જેના પર મહાનગરપાલિકા દ્વારા અંતિમ આદેશ પણ બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ તેની તપાસ હજુ ચાલી રહી છે. જો કે, કલેકટરે કહ્યું કે, મેજિસ્ટ્રેટ તપાસના આદેશ નીકાળવામાં આવ્યા છે, જેમાં તમામ હકીકતો સામે આવશે.

આ ઘટના પછી ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે વિસ્તારના બિલ્ડિંગ ઓફિસર અને બિલ્ડિંગ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. આ બધા વચ્ચે મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ શુક્રવારે ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં ઘાયલોના પરિજનોએ તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

CM શિવરાજ સિંહ ચૌહાણનો વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું હતું કે, ઈન્દોર નંબર વન છે, પરંતુ જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી તો તે નંબર વન કેવી રીતે છે. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, જો સેનાને વહેલી બોલાવવામાં આવી હોત તો ઘણાં જીવ બચી શક્યા હોત.

બીજી તરફ મીડિયા સાથે વાત કરતા CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે.

CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં આવી તમામ ખુલ્લી જગ્યાઓ અંગે સરકારે સૂચના આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે, જો કોઈ બોરિંગ ખુલ્લું જોવા મળશે અને તે ખાનગી જમીન પર હશે તો તેના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે વહેલી તકે તપાસ પૂર્ણ કરીને ગુનેગારોને છોડવામાં આવશે નહીં.

આ શિવ મંદિર લગભગ 50 વર્ષ જૂનું છે, જ્યારે વાવ લગભગ 100 વર્ષ જૂની છે. અગાઉ આ વાવ ખુલ્લી હતી. લગભગ 25 વર્ષ પહેલા તેના પર સ્લેબ નાખવામાં આવ્યો હતો અને તે પછી તે ધીમે ધીમે મંદિરનો એક ભાગ બની ગયો હતો, જે વાસ્તવમાં ગેરકાયદેસર હતો. રામનવમીના દિવસે જ્યારે મોટી સંખ્યામાં ભક્તો ત્યાં એકઠા થયા હતા ત્યારે વાવ પરનો સ્લેબ તૂટી ગયો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રામ નવમીને ધ્યાનમાં રાખીને અહીં હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યારે હવન પૂરો થતાંની સાથે જ ભક્તો આરતી માટે ઉભા થયા, ત્યારે સ્લેબ તૂટી ગયો અને ઘણા લોકો વાવમાં પડી ગયા. આ પછી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં 36 લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp