તાજમહલના 22 રૂમમાં નથી કોઈ રહસ્ય, જાણો વિવાદ વચ્ચે ASIએ પોતાની સાઇટ પર શું કહ્યુ

PC: dailysabah.com

દુનિયાની અજાયબીઓમાં સામેલ તાજમહેલ વિવાદ વચ્ચે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નો દાવો છે કે તેની નીચે બનેલી 22 રૂમોમાં કોઈ રહસ્ય નથી. મેન્ટેનેન્સ માટે તેઓ મોટા ભાગે આ રૂમ ખોલીને સફાઇ કરતા રહે છે. તેમને આજ સુધી એવું કશું જ દેખાયું નથી, જેને શંકાના દાયરામાં રાખવામાં આવે. આ ટિપ્પણી મહત્ત્વની છે કેમ કે, અલાહાબાદ હાઇ કોર્ટે આ રૂમોને ખોલવા સાથે જોડાયેલી એક અરજી ફગાવી દેવામાં આવી છે. ASIના જણાવ્યા મુજબ ડિસેમ્બર 2021, જાન્યુઆરી આ ફેબ્રુઆરી 2022મા આ રૂમોનું સંરક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું.

તેના પર લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. વર્ષ 2006-07મા પણ આ તહખાનાનું સમારકામ કરવામાં આવ્યું હતું. તેમની વેબસાઇટ પર આ બધી જાણકારી સતત અપડેટ કરવામાં આવે છે. હાલમાં જે રૂમ ખોલવામાં આવી, તેની તસવીરો પણ વેબસાઇટ પર છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ્સ મુજબ, તાજમહેલ હિન્દુ મંદિર હોવાનો દાવો છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવી રહ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટ (SC) સાથે તમામ ઇતિહાસકારો અને પુરાતત્વવિદોએ તેને જળમૂળથી નકારી દીધા છે.

વર્ષ 2012મા ASI રિજનલ ડિરેક્ટર (નોર્થ) તરીકે રિટાયર થનારા કે.કે. મોહમ્મદનું કહેવું છે કે તેમને તાજની અંદર ઉપસ્થિત રૂમોની દિવાલો પર કોઈ પણ ધાર્મિક ચિહ્ન દેખાયા નથી. તે હુમાયું અને સફદરજંગના મકબરા જેવા જ છે. 22 રૂમની દીવાલો ખાલી છે. તેમનું કહેવું છે કે, પહેલી વખત તાજનો ઉલ્લેખ બાદશાહનામામાં થયો. તે શાહજહાંના સમયનું સત્તાવાર વિવરણ છે. જે નકશીકામ અહીં છે તે તાજમહેલ બનવાથી 50 વર્ષ અગાઉ બનાવી શકાતી નહોતી.

રિપોર્ટ મુજબ, તાજમહેલના બેઝમેન્ટમાં એક લાંબો ગલી આવી છે. દરવાજાથી અલગ કરીને આ 22 રૂમ બનાવવામાં આવી છે. આ રૂમોને અઠવાડિયા કે પંદર દિવસમાં સફાઇ કરવામાં આવે છે. એક અધિકારીનું કહેવું છે કે તાજને જોવા માટે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. સુરક્ષાના હિસાબે જ બેઝમેન્ટને બંધ કરવામાં આવ્યું છે. તેમાં કોઈ ધાર્મિક મુદ્દો નથી. તાજના 22 રૂમો ખોલવાની અરજી પર અલાહાબાદ હાઇ કોર્ટની લખનૌ બેન્ચે સખત ટિપ્પણી કરીને અરજી ફગાવી દીધી. કોર્ટે અરજીકર્તાને ફટકાર લગાવતા કહ્યું કે, તમે દસ્તાવેજ ખોલવા માટે આદેશ માંગી રહ્યા છે. તમે એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની માંગણી કરી રહ્યા છો. આ રીતે તમે કોર્ટનો સમય ન બગાડો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp