ખેડૂતે કૃષિ કાયદાના વિરોધમાં 8 વીઘામાં ઊભો ઘઉંનો પાક આ રીતે બર્બાદ કરી નાંખ્યો

PC: twitter.com/news24tvchannel

કૃષિ કાયદાના વિરોધમાં જ્યાં એક તરફ નવી દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, તો દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ રીતે આ કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ખેડૂત લોન અને કાયદાઓથી પરેશાન થઈને ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે, તો કેટલીક જગ્યાઓ પર પાક બરબાદ કરીને વિરોધ કરી રહ્યા છે. એવી જ એક ઘટના રવિવારે ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર જિલ્લાના ખતૌલી પોલીસ સ્ટેશનના વિસ્તાર ભૈંસીમાં સામે આવી છે.

અહીં એક ખેડૂતે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા 3 વિવાદિત કૃષિ કાયદાઓના વિરોધ સ્વરૂપે પોતાના 8 વીઘામાં કરેલા ઘઉંના પાક પર ટ્રેક્ટર ફેરવીને ઉભો પાક નષ્ટ કરી નાખ્યો હતો. આ દરમિયાન ત્યાં કેટલાક લોકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા, જે ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સામે આવ્યો છે. ક્લિપમાં ખેડૂત પોતાના ટ્રેક્ટર પર સવાર થઈને ઉભા પાક નષ્ટને કરતો નજરે પડી રહ્યો છે.

એકતરફ કેન્દ્રીય કૃષિ કાયદાઓની વિરુદ્ધ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આંદોલન પર અડગ ખેડૂતોએ પોતાના વિરોધ પ્રદર્શનને વધુ ઝડપી કરવા માટે 23 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી વચ્ચે કેટલાક કાર્યક્રમોની જાહેરાત કરી છે. તો 3 કૃષિ કાયદાઓ વિરુદ્ધ છેલ્લા લગભગ 3 મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે BJPએ રવિવારે એક મહત્ત્વની બેઠકમાં એક પ્રસ્તાવ પાસ કરીને કૃષિ વિસ્તારમાં સુધાર અને COVID-19 મહામારીની વ્યવસ્થાને સારી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ પ્રસ્તાવ BJP અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં NDMC કન્વેન્શન સેન્ટરમાં આયોજિત રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં પાસ થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકનું ઉદ્દઘાટન કર્યું અને પોતાના સંબોધનમાં પાર્ટીના નેતાઓને આહ્વાન કર્યું હતું કે તેઓ કૃષિ સુધારાના ફાયદાઓ બાબતે લોકોને અવગત કરાવે. BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બેઠકને સંબોધિત કરી હતી. આ બેઠકમાં BJPના બધા રાષ્ટ્રીય પદાધિકારી, પ્રદેશોના અધ્યક્ષ, રાજ્યોના પ્રભારી અને સહ-પ્રભારી તથા રાજ્યના સંગઠનો સામેલ થયા હતા. તમને જાણવી દઈએ કે ખેડૂતો 3 કૃષિ કાયદાઓ વિરુદ્ધ 28 નવેમ્બર 2020થી સતત પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગણી છે કે નવા બનેલા 3 કૃષિ કાયદાઓને પાછા લેવામાં આવે અને MSP પર કાયદો બનાવવામાં આવે. આ ત્રણ કૃષિ કાયદાઓને લઈને વિરોધી પાર્ટીઓ પણ સરકારને સતત ઘેરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp