રિટર્ન ફ્લાઇટ દરમિયાન ખોરાક ખરાબ હોવાની આશંકા પાયાવિહોણી: એર ઇન્ડિયા

PC: bangaloreaviation.com

હાલમાં જ એર ઇન્ડિયાએ દેશ માટે પાછા આવનાર ઉડાનમાં પીરસવામાં આવેલ ખાવાનું ભારતમાંથી જ લઇ જવાની જાહેરાત કરી છે. આ જાહેરાતના થોડા દિવસો બાદ શનિવારે તેણે સ્પષ્ટ કર્યું કે પરત ફરતી વખતે ખાવાનું ખરાબ હોવાની આશંકા બિલકુલ નિરાધાર છે. જમવાનું ફ્રિઝની અંદર એકદમ તાજુ રહે છે.

એર ઇન્ડિયાએ ટ્વીટ કર્યું છે કે વિમાનની અંદર પિરસવામાં આવનાર ખાવાનામાં દરેક સ્તર પર કડક ગુણવત્તાનું પાલન કરવામાં આવે છે. તેનું પાલન રસોઇમાં ખાવાનું બનાવવા દરમિયાનથી જ શરૂ કરવામાં આવે છે. કંપનીએ જણાવ્યુ કે વિમાનમાં યાત્રા દરમિાયન પીરસવામાં આવેલ જમવાનું ખરાબ હોવાની સાથે જોડાયેલ તમામ આશંકાઓ એકદમ નિરાધાર છે કારણકે ફ્રિઝમાં ખાવાનું એકદમ તાજુ બનેલ રહે છે.

જે પેસેન્જરને ગરમ કરી પીરસવામાં આવે છે. જેથી તેમને ખાવાનાનો સારો સ્વાદ મળી રહે. નોંધનીય છે કે નુકશાનમાં ચાલી રહેલ એર ઇન્ડિયાએ સ્ટોકહોમ, કોપેન હેગેન, બર્મિંઘમ અને મેડ્રિડની ઉડાનની દેશ વાપસી યાત્રા માટે ભારતમાંથી જ ખાવાનું વિમાનમાં ચઢાવવાનું શરૂ કરવામાં આવશે. જેનો ઉપયોગ તે પરત ફરતી વખતે કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp