PM મોદીને મળવા માગે છે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસ પણ...

PC: cloudfront.net

એમેઝોન કંપનીના CEO જેફ બેજોસ હાલમાં ભારતની મુલાકાતે છે. અને તેમણે મોટા રોકાણનું એલાન કરી દીધું છે. પોતાની 3 દિવસ મુલાકાતમાં તે પ્રધાનમંત્રી મોદીને મળવા માગે છે. પણ કદાચ એવું સંભવ બની શકે એમ નથી.

રિપોર્ટ અનુસાર, એમેઝોન તરફથી સતત પ્રધાનમંત્રી મોદીને મળવાની કોશિશ કરવામાં આવી રહી હતી. પણ તે સંભવ દેખાઈ રહ્યું નથી. જેફ પ્રધાનમંત્રીને મળવા તો માગે છે પણ હજુ સુધી પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કોઈ જવાબ આવ્યો નથી.

કારણ શું છેઃ

જણાવી દઈએ કે, પાછલા અમુક દિવસોમાં એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વિદેશી ઈ-કોમર્સ કંપનીઓને લઈને સરકાર તરફથી કડક વલણ અપનાવવામાં આવ્યું. ત્યાર બાદ આ બંને કંપનીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણની CCI દ્વારા તપાસ ચાલી રહી છે. કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ ક્ષેત્રમાં સતત થઈ રહેલા રોકાણો બાદ નિયમોમાં અમુક ફેરફારો કર્યા હતા. જેને કારણે વિદેશી કંપનીઓએ તેમના બિઝનેસ મોડલમાં ફેરફાર કરવા પડ્યા હતા.

સરકાર અને કંપનીઓ વચ્ચેની આ ટક્કરની અસર હવે પ્રધાનમંત્રી મોદી અને જેફ બેજોસની મુલાકાત પર પડતી દેખાઈ રહી છે. મોદી સરકારની નીતિઓનો વિરોધ કરનારા અમેરિકન ન્યૂઝપેપરનો સંબંધ પણ જેફ બેજોસ સાથે છે. જેફની એક કંપનીએ અમેરિકાના તે અખબારને ખરીદી લીધું હતું.

દેશમાં વિરોધઃ

જણાવી દઈએ કે, એમેઝોનના CEOની ભારતની મુલાકાતનો વિરોધ થઈ રહ્યો છે. દેશના ઘણાં નાના વેપારીઓ તેમની આ મુલાકાતનો વિરોધ કરી રહ્યા છે. જ્યાં પણ જેફ જઈ રહ્યા છે. ત્યાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. નાના વેપારીઓનો આરોપ છે કે ઈ-કોમ્ર્સને કારણે તેમના કારોબાર પર અસર પડી છે. સરકારે આ રીતના ઉદ્યોગપતિઓ પર કડક વલણ અપનાવવું જોઈએ. એવામાં જો કોઈ રાજનેતા જેફને મળશે તો તેની અસર ચૂંટણી પર પડી શકે છે.

જણાવી દઈએ કે, જેફ બેજોસે ભારતની મુલાકાત દરમિયાન અબજો રૂપિયાનું રોકાણ કરવાનું એલાન કર્યું છે. અને પોતાના કારોબારના વિસ્તારની વાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp