Amazon વેચી રહ્યું છે હિંદુ દેવી-દેવતાઓના ફોટાવાળી ટોયલેટ શીટ, લોકોનો વિરોધ

PC: twitter.com/AskAnshul

ઈ-કોમર્સ કંપની Amazonએ સોશિયલ મીડિયા પર હજારો લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીનો વિરોધ તેની વેબસાઈટ પર હિંદુ દેવી-દેવતાઓના ફોટાવાળા ટોયલેટ સીટ કરવ દર્શાવ્યા બાદ થયો છે. જોતજોતામાં Amazon વિરુદ્ધ 24000 કરતા વધુ ટ્વિટ કરવામાં આવ્યા. કેટલાક ટ્વિટમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પણ ટેગ કરવામાં આવ્યા છે.

સંપર્ક કરવા પર Amazonના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, Amazonના તમામ વિક્રેતાઓને કંપનીના દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ. જો એવું ના કરે તો, તેમણે કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. એ વિક્રેતાઓને Amazonના પ્લેટફોર્મ પરથી હટાવવામાં પણ આવી શકે છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જે ઉત્પાદનોને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, તેમને અમારા સ્ટોર પરથી હટાવવામાં આવી રહ્યા છે.

જણાવી દઈએ કે, આ અગાઉ કેનેડામાં ડોરમેટ પર ભારતીય ઝંડો છાપવાને લઈને પણ Amazon વિવાદોમાં આવ્યા હતા. આ ઘટના બાદ Amazonનો ખૂબ જ વિરોધ થયો હતો. વિદેશ મંત્રી સુષમા સ્વરાજને લઈને Amazonને ચેતવણી પણ આપી હતી.

તેમણે કહ્યું હતું કે, Amazon આ મામલામાં શરત વિના માફી માગે અને રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરનારી તમામ પ્રોડક્ટ્સને તાત્કાલિક ધોરણે પાછી લો. જો આવું કરવામાં નહીં આવે તો સુષમા સ્વરાજે Amazonના અધિકારીઓને વિઝા ન આપવાની ચેતાવણી આપી હતી. સુષમા સ્વરાજની ચેતવણી બાદ amazonએ કેનેડાની પોતાની વેબસાઈટ પરથી તિરંગાવાળા ડોટમેટ હટાવી લીધા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp