એમેઝોનને CCPAની ફટકાર, કહ્યું-પાછા મંગાવો બધા પ્રેશર કુકર અને પૈસા પરત કરો

PC: khabarchhe.com

દેશમાં હવે એવા દિવસ આવી ગયા છે, જ્યારે કંપનીઓ ખરાબ સામાન વેચીને ગ્રાહકોને ચૂનો લગાવી જાય છે. હવે કસ્ટમર પ્રોટેક્શન કમિશન (CCPA) એક્ટિવ થઈ ગયું છે. આ કારણે કંપનીઓ ખરાબ વસ્તુઓ વેચતા ડરવા લાગી છે, એ છતા ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ અમેઝોને કેટલોક ખરાબ સામાન ગ્રાહકોને વેચી દીધો હતો. ત્યારબાદ કસ્ટમર પ્રોટેક્શન કમિશને અમેઝોનની ક્લાસ લઈ લીધી અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સરકારે દેશમાં પ્રેશર કુકરના ઉત્પાદન અને તેના વેચાણ માટે કેટલાક માનાંક તૈયાર કર્યા છે.

આ માનાંકને પૂરા કર્યા વિના કોઈ પણ કંપની ભારતમાં કુકર વેચી શકતી નથી, પરંતુ કસ્ટમર પ્રોટેક્શન કમિશનના ગુણવત્તા નિયંત્રણ આદેશ (QCQ) બાદ અમેઝોને ખરાબ ક્વાલિટીના 2000 પ્રેશર કુકર વેચી દીધા હતા. એ વાતની જાણકારી મળતા જ કસ્ટમર પ્રોટેક્શન કમિશને ઇ-કોમર્સ પ્લેટફોર્મ વિરુદ્ધ સ્વતઃ કાર્યવાહી શરૂ કરી દીધી. કસ્ટમર પ્રોટેક્શન કમિશને માનાંકથી ઓછા સ્તરના પ્રેશર કુકરના વેચાણની મંજૂરી આપવા માટે અમેઝોન પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે અમેઝોને કુલ 2265 પ્રેશર કુકર વેચ્યા હતા, જે નક્કી માનાંકને પૂરા કરતા નથી.

આ કુકર QCQની નોટિફિકેશન બાદ અમેઝોન પ્લેટફોર્મ પર વેચવામાં આવ્યા હતા. અમેઝોને એવા પ્રેશર કુકરના વેચાણથી 6,14,825.41 રૂપિયાની કમાણી કરી. કસ્ટમર પ્રોટેક્શન કમિશને અમેઝોનને પોતાના પ્લેટફોર્મ પર વેચવામાં આવેલા 2265 પ્રેશર કુકરને પરત મંગાવવાના આદેશ આપ્યા છે. સાથે જ 45 દિવસોની અંદર ગ્રાહકોને પૈસા પરત કરીને રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. કંપનીને નિર્દેશ આપવામાં એક લાખ રૂપિયાનો દંડ ભરે કેમ કે, તેણે ઉપભોક્તાઓના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.

અમેઝોને સ્વીકાર્યું કે તેણે પોતાના પ્લેટફોર્મ પર વેચેલા પ્રેશર કુકર માટે ‘વેચાણ કમિશન’ શુલ્ક અર્જિત કર્યો હતો. અમેઝોન સહથે સાથે Flipkart, Paytm Mall, Shopclues અને Snapdeal માટે પણ ચેતવણી જાહેર કરી છે. જોકે, પ્રેશર કૂકરમાં કયા પ્રકારની ખરાબી હતી, આ સંબંધમાં અત્યારે કોઈ જાણકારી સામે આવી નથી. આ અગાઉ કસ્ટમર પ્રોટેક્શન કમિશને Paytm Mall વિરુદ્ધ આ પ્રકારનો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. કસ્ટમર પ્રોટેક્શન કમિશને ઉપભોક્તાઓને એવા સામાન ખરીદવા વિરુદ્ધ સતર્ક અને સાવધાન રહેવા કહ્યું છે, જેમાં કાયદેસર ISI માર્ક નથી અને જેમાં અનિવાર્ય BSI માનાંકોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp