સંસદમાં ફ્રીડમ ઓફ સ્પીચ છે, પરંતુ ફ્રી સ્ટાઇલમાં નહીં બોલી શકો: અમિત શાહ

PC: businesstoday.in

ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં ચાલી રહેલા ગતિરોધ બાબતે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે, રાહુલ ગાંધી સંસદમાં ફ્રી સ્ટાઇલમાં નહીં બોલી શકે. નિયમોના હિસાબે બોલવું પડે છે. જેમ રોડ પર આપણે બોલીએ છીએ, એવી રીતે સંસદમાં નહીં બોલી શકાય. આ નિયમ અમે નથી બનાવ્યા. અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કહો છો કે રાહુલ ગાંધીએ માફી માગવી જોઇએ અને વિપક્ષ કહે છે કે અદાણી પર JPC બનાવી જોઇએ? તો સંસદ ચાલશે કે નહીં?

તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે, કોઇ પણ લોકતાંત્રિક વ્યવસ્થામાં સંસદમાં એકમાત્ર સત્તા પક્ષ કે વિપક્ષ નહીં ચાલી શકે. બંને વચ્ચે સંવાદ થવો જોઇએ. આ વખત વિવાદને હું સૂક્ષ્મતાથી જોઇ રહ્યો છું. અમારા પ્રયત્નો છતા એ તરફથી વાતચીતનો કોઇ પ્રસ્તાવ આવતો નથી. વાત કોને કરીએ? અમિત શાહે કહ્યું કે, એટલે વાત આપણે મીડિયામાં કરીએ. તેઓ સ્લોગન લઇને આવ્યા છે કે સંસદમાં ફ્રીડમ ઓફ સ્પીચ હોય, પરંતુ સંસદમાં ફ્રીડમ ઓફ સ્પીચ છે. તમને કોઇ રોકતું નથી, પરંતુ સંસદમાં ફ્રી સ્ટાઇલમાં નહીં બોલી શકો.

તેમણે કહ્યું કે, નિયામોના હિસાબે બોલવું પડે છે. રૂલ્સને સમજવા પડે છે. ત્યારબાદ રૂલ્સના હિસાબે સંસદમાં ડિબેટ થાય છે. જેમ રોડ પર આપણે બોલીએ છીએ એમ નહીં બોલી શકો. એટલા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર નથી તો તેમાં આપણે શું કહી શકીએ છીએ. નેહરુ અને ઇન્દિરાની યાદ અપાવતા શાહે કહ્યું કે, સંસદ ચલાવવાના નિયમ બનાવવામાં આવ્યા છે અને તેને અમે નથી બનાવ્યા. તેમના દાદીના પિતાજીના સમયથી આ નિયમ બનેલા છે. તેઓ પણ એ જ નિયમો હેઠળ ચર્ચા કરતા હતા. અમે પણ એ જ નિયમો હેઠળ ચર્ચા કરી રહ્યા છીએ.

નથી નિયમ સમજવા છે અને નથી તો કંઇ બીજુ અને પછી કહે છે કે બોલવા નથી દેતા. એમ થતું નથી, ક્યારેય પણ કોઇ પણ ઊભા થઇને નહીં બોલી શકે, તેના નિયમ બન્યા છે. જે વર્ષો જૂના છે, જેમાં કોઇ પરિવર્તન નથી. તેઓ માને છે કે સંસદ ચાલવી જોઇએ. સ્પીકર સાહેબના ચેમ્બર પર જઇને તેમણે વાત કરવી જોઇએ. અમે સ્પીકર સાહેબને પણ કહ્યું છે. બંને તરફથી ચર્ચા કરીને તેની રસ્તો કાઢીને તેના પર બહેસ કરવી જોઇએ.

જ્યાં સુધી તેમણે ખબર છે સ્પીકર સાહેબે તેમણે કહ્યું છે કે તમે ક્યારેય પણ બોલી શકો છો, પરંતુ એ પહેલા તેમણે નક્કી કરીને આવવું જોઇએ કે તેમની પાર્ટી સંસદને ચાલવા દેવા માગે છે કે નહીં. અમિત શાહે 2024ના મુખ્ય પ્રતિદ્વંદ્વીને લઇને કહ્યું કે, હાલના ચિત્ર મુજબ દરેક રાજ્યમાં ભાજપને ટક્કર અલગ-અલગ પાર્ટીઓથી નજરે પડી રહી છે. સ્પર્ધા તો છે. ક્ષેત્રીય પાર્ટીઓની તાકત બાબતે અમિત શાહે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં અમે SP-BSPને 4 ચૂંટણી હરાવી છે, RJDને બિહારમાં ઘણી વખત હરાવી છે.

પૂર્વોત્તરમાં ત્યાંની ક્ષેત્રીય પાર્ટીઓને હરાવી છે. આ વખત ચૂંટણીમાં ભજાપ અને NDA બંનેની સીટોમાં વધારો થશે. કમી નહીં હોય. અમારી સીટો 303થી ઉપર આવશે. શાહે જમ્મુ-કાશ્મીરની ચૂંટણીની સંભાવનાઓને લઇને કહ્યું કે, ચૂંટણી કરાવવાનું કામ ચૂંટણી પંચનું છે. જ્યારે ચૂંટણી પંચની બધી તૈયારી થઇ જશે તો તેઓ અમારી પાસે રિપોર્ટ માગશે અને અમે તેમણે તરત જ રિપોર્ટ આપી દઇશુ.

બધા પોલીસ સ્ટેશન ઓનલાઇન જોડાયેલા છે એટલે તેમને જ્યારે પણ ડેટાની જરૂર હશે, લૉ એન્ડ ઓર્ડરનો ડેટા અમે તેમને તરત જ ઉપલબ્ધ કરાવી દઇશું. ત્યારબાદ તેઓ પોતાની તૈયારીઓના હિસાબે ચૂંટણી કરાવી શકે છે. તેમણે ગાંધી પરિવાર સાથેના સંબંધને લઇને હસતા કહ્યું કે, જેવા સામેવાળાના સંબંધ છે, એવા જ મારા સંબંધ છે. ગાંધી પરિવારના સભ્ય સાથે મારો કોઇ વ્યક્તિગત સંબંધ નથી. રાજનીતિમાં જેવા ઔપચારિક સંબંધ છે. તેઓ એક તરફ પાર્ટીના નેતા છે, હું કોઇ બીજી પાર્ટીનો કાર્યકર્તા છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp