શહેરોના નામ બદલવા પર અમિત શાહ બોલ્યા- અમે મુઘલોના યોગદાનને અમે હટાવવા..

PC: twitter.com/AmitShah

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે આ વખત પણ ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બનશે. અમિત શાહે કહ્યું કે, આ વખત ભાજપનું ત્રિપુરામાં સૌથી સારું પ્રદર્શન હશે. ભાજપ આ વખત પહેલી વખત કરતા વધુ સીટ જીતશે અને અમારી વોટિંગ ટકાવારી વધશે. એટલું જ નહીં અમિત શાહે દાવો કર્યો કે, આ વર્ષે થનારી ચૂંટણીમાં કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર બનશે. સમાચાર એજન્સી ANIને ઇન્ટરવ્યૂમાં અમિત શાહે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.

આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ વખત ભાજપથી ત્રિપુરામાં બધી પાર્ટીઓ ભયભીત છે. આ જ કારણ છે કે, રાજ્યમાં લેફ્ટ પાર્ટી પણ આ વખત કોંગ્રેસ સાથે આવી ગઈ છે. જ્યારે શહેરોના નામ બદલવાને લઈને અમિત શાહને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અમે મુઘલોના યોગદાનને હટાવવા માગતા નથી. ન તો કોઈના યોગદાનને હટાવવા માગીએ છીએ, પરંતુ આ દેશની પરંપરાને જો કોઈ સ્થાપિત કરવા માગે છે તો તેમાં કોઈ પરેશાની ન થવી જોઈએ. એક પણ શહેર એવું નથી, જેનું નામ જૂનું હોય અને અમે નામ બદલ્યું હોય.

તેમણે કહ્યું કે, ખૂબ સમજી વિચારીને અમારી સરકારોએ નિર્ણય લીધો છે. રાજ્યો પાસે તેનો વૈધાનિક અધિકાર છે. અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે, ત્રિપુરના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ દેબને હટાવીને માણિક સાહાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, શું તમને તેમના પર ભરોસો નહોતો? આ સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે, બધી પાર્ટીઓની એક સિસ્ટમ હોય છે. ભાજપે પણ જ્યારે કેન્દ્રીય રાજનીતિમાં નેતાઓની જરૂરિયાત હોય છે તો તેમને રાજ્યોથી લઈ આવવામાં આવે છે. અમિત શાહે કહ્યું કે, અમે બિપ્લબ દેબને રાજ્યસભા લઈને આવ્યા, અમે તેમને રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા.

દિલ્હીથી નજીક હરિયાણા રાજ્યના પ્રભારી બનાવ્યા. હું તેને પ્રમોશન તરીકે જોઉ છું. તેઓ ભાજપ માટે રાષ્ટ્રીય સ્તર પર કામ કરી રહ્યા છે. તેની સાથે જ તેઓ ત્રિપુરામાં માણિક સાહાની મદદ કરી રહ્યા છે. અમે ત્રિપુરાથી હિંસા સમાપ્ત કરી દીધી. એટલું જ નહીં, અમે ડ્રગ્સનું કામ કરનારાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી રહ્યા છીએ. આજે નોર્થઇસ્ટમાં શાંતિ છે. અમારી સરકારે ઉગ્રવાદીઓ સાથે એગ્રીમેન્ટ કર્યા છે. 8000 કરતા વધુ ઉગ્રવાદીઓએ સરેન્ડર કરી દીધું છે. નોર્થઈસ્ટ વિસ્તારને પહેલા બંધ  માટે ઓળખવામાં આવતો હતો આજે વિકાસ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp