ડૂબકી લગાવ્યા પછી હું અભિભૂત અને ભાવુક થઈ ગયોઃ અમિત શાહ

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને અમિત શાહે પોતાની પોસ્ટ 'X' માં કહ્યું હતું કે પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સામાજિક સંવાદિતા અને સદ્ભાવનાના પ્રતીક 'મહાકુંભ'માં પૂજ્ય સંતોની હાજરીમાં ડૂબકી લગાવ્યા પછી તેઓ અભિભૂત અને ભાવુક થઈ ગયા હતા. હું માતા ગંગા, માતા યમુના અને માતા સરસ્વતીને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે મહાકુંભ દેશવાસીઓમાં સનાતન પરંપરાઓ પ્રત્યે એકતા અને ગૌરવની ભાવના પણ વધારી રહ્યો છે. સંગમ કાંઠે પરિવાર સાથે પૂજા કરી અને દેશવાસીઓની સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી.
અમિત શાહે કહ્યું કે 'મહાકુંભ' સનાતન સંસ્કૃતિના અવિરત પ્રવાહનું એક અનોખું પ્રતીક છે. કુંભ મેળો સંવાદિતા પર આધારિત આપણા શાશ્વત જીવન દર્શનને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વને સમાનતા અને સંવાદિતાનો સંદેશ આપતો સનાતન ધર્મનો ભવ્ય મેળો મહાકુંભ માત્ર એક તીર્થસ્થળ નથી પણ દેશની વિવિધતા, શ્રદ્ધા અને જ્ઞાન પરંપરાનો સંગમ પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp