ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યા લાલબાગ ચા રાજાના દર્શન

PC: twitter.com/amitshah

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે મુંબઈના પ્રખ્યાત લાલ બાગના રાજાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અમિત શાહ સાથે તેમના પત્ની પણ મોજૂદ હતા. આ ઉપરાંત તેમણે મુંબઈના બાંદ્રામાં પણ ગણપતિ મંડળની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ અમિત શાહે પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયક મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

Image may contain: 2 people, people standing

ભગવાન શ્રી ગણેશના આગમનનો મહોત્સવ ખૂબ ધૂમધામથી આખા દેશમાં મનાવવામાં આવે છે. મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં આ પર્વનું ખૂબ મહત્ત્વ છે. મુંબઈમાં આ દરમિયાન ઘણા ગણેશ પંડાલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે જેમાંથી સૌથી વધુ પ્રસિદ્ધ લાલબાગના રાજાનો પંડાલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલબાગના રાજાના પંડાલને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો છે.

Image may contain: one or more people, people standing and indoor

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp