અમૃસતર ટ્રેન દુર્ઘટનાઃ નવજોત સિંહ સિદ્ધુ અને તેમની પત્નીને મળી ક્લીનચીટ

PC: dailymail.co.uk

રાવણ દહનના સમયે થયેલી દુઃખદ ટ્રેન દુર્ઘટનામાં કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુને ક્લીન ચીટ મળી ગઈ છે. સાથે જ તેમની પત્ની નવજોત કોર સિદ્ધુ પણ મેજિસ્ટ્રેટ તપાસમાં દોષી નથી જણાયા. તેમને પણ ક્લીનચીટ આપવામાં આવી છે.

જલંધરના ડિવિઝનલ કમિશનર બી. પુરુષાર્થે દશેરાના દિવસે અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાની તપાસ પૂરી કરી લીધી છે. બી. પુરુષાર્થના 300 પાનાના રિપોર્ટમાં રેલવે અને પોલીસ ઉપરાંત અમૃતસર પ્રશાસન અને નગર નિગમના અધિકારીઓને દોષી ગણાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યુ છે કે, તેમણે પોતાની ફરજ યોગ્યરીતે નિભાવી નહોતી. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ જલદી પોતાના રિપોર્ટ પર કાર્યવાહીની જાહેરાત કરશે. પુરુષાર્થ રિપોર્ટમાં દશેરા મેળાના આયોજક સૌરભ મદાનને દાષી ગણાવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, આ આયોજનના આયોજક, જેમાં કાઉન્સિલર વિજય મદાનના દીકરા સૌરભ મદાન, જે સિદ્ધુ અને તેમની પત્નીના નજીકના માનવામાં આવે છે અને આ કાર્યક્રમ માટે યોગ્ય અનુમતિ નથી લીધી. ભીડના પ્રબંધનની કાળજી લેવામા આવી નહોતી.

આ અગાઉ રેલવે દુર્ઘટનામાં રેલવે સુરક્ષાના મુખ્ય આયુક્ત (CCRS)એ રેલવેને ક્લીન ચીટ આપી દીધી. તપાસમાં CCRSએ કહ્યુ હતુ કે, દુર્ઘટના લોકોની બેકાળજીને લીધી થઈ હતી. તે તપાસ રિપોર્ટમાં એવી પણ ભલામણ કરવામાં આવી હતી કે, આવા આયોજન પહેલા પ્રશાસન તેમજ આયોજકો દ્વારા મેળા, રેલી અંગે અગાઉથી રેલવે પ્રશાસનને સૂચના આપવી જોઈએ, જેથી રેલવે યોગ્ય સાવધાની રાખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp