વંદે ભારતને ખેંચીને જતું જૂનું એન્જિન દેખાયું, રેલવે કહે- આ રૂટિન પ્રક્રિયા છે

ગુરુવારે વંદે ભારત ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એમાં એવું જોવા મળ્યું હતું કે, એક જૂનું ઇલેક્ટ્રિક એન્જિન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ખેંચી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર અચાનક બનેલા બનાવની જેમ સામે આવ્યો છે, જેના વિશે લોકો વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. સાથે જ વિપક્ષે પણ આ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આ બધાની વચ્ચે આ વાયરલ વીડિયો પર રેલવે તરફથી એક નિવેદન પણ આવ્યું છે. જેમાં રેલવેએ તેને 'સામાન્ય પ્રક્રિયા' ગણાવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, વંદે ભારત ટ્રેનના આ વીડિયો દ્વારા કોંગ્રેસે કેન્દ્રની PM મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા કૃષ્ણ અલ્લાવારુએ શુક્રવારે (29 જૂન) આ વીડિયોને ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, વંદે ભારત ટ્રેનને રેલવેના ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા ખેંચવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતા કૃષ્ણા અલ્લાવારુએ એક ટ્વીટમાં લખ્યું છે કે, 'છેલ્લા 9 વર્ષના જૂઠાણાંને ખેંચીને લઇ જતો 70 વર્ષનો ઈતિહાસ.'
મામલાની તપાસ કરતી વખતે, મીડિયા સૂત્રોએ તે વ્યક્તિ સુધી પહોંચીને આ વિષે હકીકત જાણી, જેણે ખરેખર આ વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વ્યક્તિનું નામ શશાંક જયસ્વાલ છે અને તેણે 22 જૂને ઉત્તર પ્રદેશના પંડિત દીન દયાલ ઉપાધ્યાય નગર પાસે સકલદિહા સ્ટેશન પાસે આ વીડિયો બનાવ્યો હતો. શશાંકના જણાવ્યા અનુસાર, આ સમય દરમિયાન તે નજીકના એક ખેતરમાં ઉભો હતો, જ્યારે ઇલેક્ટ્રિક એન્જિન વંદે ભારત રેકને ખેંચતું જોવા મળ્યું. શશાંકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને પોતાની ઈન્સ્ટા સ્ટોરી પણ શેર કરી છે, જેમાં તે એ પણ જણાવી રહ્યો છે કે, વંદે ભારત રેક ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈથી પટના જંક્શન મોકલવામાં આવ્યો હતો. રેકમાં કોઈ ક્રૂ મેમ્બર ન હતા, તેથી ઇલેક્ટ્રિક એન્જિન WAG9 તેને ખેંચી રહ્યું હતું.'
શશાંકના કહેવા પ્રમાણે, 'વંદે ભારતના લોકો પાઇલોટ્સ ખાસ હોય છે, પરંતુ આ ટ્રેનની હજુ સુધી જાહેરાત કરવામાં આવી ન હતી, તે ચેન્નાઈની લોકોમોટિવ ફેક્ટરીથી પટના જઈ રહી હતી, તે દરમિયાન તેણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર પાસેના એક ખેતરમાંથી વીડિયો બનાવ્યો હતો. શશાંકના કહેવા પ્રમાણે, તેણે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને ત્યાંથી તેને દરેક જગ્યાએ શેર કરવામાં આવ્યો. તેનો વીડિયો વાયરલ થયા બાદ શશાંકે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો શેર કર્યો અને તેની પાછળની વાસ્તવિક વાર્તા જણાવી.
पीछले 9 सालों के झूठ को खींच कर ले जाता 70 सालों का इतिहास👇 pic.twitter.com/WwdCIj7cQL
— Krishna Allavaru (@Allavaru) June 29, 2023
આ સમગ્ર પ્રકરણ પર, પૂર્વ રેલવેના CPRO કૌશિક મિત્રાએ કહ્યું, 'જ્યારે વંદે ભારત કોચને પટના સ્ટેશન પર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેની વીજળી ચાલુ નહોતી. ખાલી કોચ સાથે બનવું એ કોઈ અસામાન્ય વાત નથી, માત્ર કોઈએ તેને રેકોર્ડ કર્યું છે અને હવે તેને લઈને ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું, આ ઘણી ટ્રેનોની નિયમિત પ્રક્રિયા છે, જેને ટ્રાન્ઝિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. અમે પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે તે સમયે રેકમાં કોઈ મુસાફરો નહોતા. આ સાથે તેમણે કહ્યું કે જ્યાં સુધી કોઈ ટ્રેન ચાલુ ન થાય એટલે કે કોઈ ચોક્કસ રૂટ માટે તેની જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી તે ટ્રેન કોઈ પણ ટ્રેક પર જાતે દોડતી નથી, તેને આ રીતે લેવામાં આવે છે. જાહેરાત કરાયા પછી જ તેને તેના પોતાના ક્રૂ મેમ્બર અને લોકો પાયલટ દ્વારા ટ્રેક પર ચલાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp