ચૂંટણી ફરજ પરના પ્રોફેસરે કરી ચૂંટણી અધિકારીની નકલી સહી, પછી...

PC: PIB

ઓડિશાના કટકમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે રાજ્ય ચૂંટણી પંચને પણ હચમચાવી નાખ્યું છે. હકીકત એવી છે કે, એક મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર ચૂંટણી ફરજ પર હતી. આ પ્રોફેસરના મગજમાં એક આઈડિયા આવ્યો અને તેણે ચૂંટણી અધિકારીની નકલી સહી કરી દીધી. તેણે આવું કર્યું છે તે પાંચ વર્ષ સુધી એમ જ રહ્યું કોઈને ખબર ન પડી. તેની આ ચોરી છુપાયેલી રહી. ચૂંટણી દરમિયાન આ મહિલાએ શું કર્યું તેની કોઈને જાણ સુદ્ધા નહોતી થઇ. હવે જ્યારે આ મામલો સામે આવ્યો છે, ત્યારે તેની સામે કેસ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો ચૂંટણીમાં ફરજ બજાવવાથી બચવા સાથે સંબંધિત છે.

કટકમાં લાલબાગ પોલીસે બુધવારે રાવેનશો યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર સામે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ફરજ ન બજાવવી પડે તે માટે ચૂંટણી અધિકારીની બનાવટી સહી કરવા બદલ કેસ નોંધ્યો હતો. જિલ્લા કલેક્ટર દત્તાત્રેય ભાઉસાહેબ શિંદેની ફરિયાદ પછી કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આસિસ્ટન્ટ પ્રોફેસરે રાજસ્થાનની એક યુનિવર્સિટીમાં રિફ્રેશર કોર્સમાં ભાગ લેવાની વાત કહીને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પાસેથી 11 દિવસની રજા માંગી હતી. તેણે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી દ્વારા કથિત રીતે સહી કરેલા દસ્તાવેજો રજૂ કર્યા હતા.

આ દસ્તાવેજમાં, 9 થી 19 એપ્રિલ, 2019 સુધી ચૂંટણી ફરજમાંથી રાહતની વિનંતી કરવામાં આવી હતી. એક અખબારમાં છપાયેલા સમાચાર અનુસાર, DCP (કટક) જગમોહન મીણાએ બુધવારે કહ્યું, 'પત્ર અને સહી નકલી હોવાનું જાણવા મળ્યું છે. નાયબ ચૂંટણી અધિકારી દ્વારા આવી કોઈ પરવાનગી ક્યારેય આપવામાં આવી નથી.' જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે રાવેનશો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સંજય નાયકે મીડિયા સૂત્રને કહ્યું, 'તે એક વહીવટી બાબત છે અને તેનો જવાબ આપવા માટે રજિસ્ટ્રાર યોગ્ય વ્યક્તિ છે.' રજિસ્ટ્રાર કાહનુ ચરણ મલિકે પણ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ચૂંટણી અધિકારીઓને જાણવા મળ્યું કે, આસિસ્ટન્ટ પ્રોફેસરે રજૂ કરેલા દસ્તાવેજો શંકાસ્પદ છે. આ દસ્તાવેજોમાં રિફ્રેશર કોર્સમાં ભાગ લેવા સંબંધિત પત્રનો સમાવેશ થયો હતો. મીનાએ કહ્યું, 'અમે પ્રોફેસરને આ અંગે વિગતવાર માહિતી આપવા કહ્યું છે. કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp