મહાકુંભમાં ડૉ.તોગડીયાના શિબિરમાં આનંદીબેન પટેલ જવાના છે, રાજકીય મહત્ત્વ શું છે?

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સ્થાપક અને ચેરમેન ડો. પ્રવિણ તોગડીયા મહાકુંભના સેકટર 15, સંગમ લોઅર ર્ગ પર શિબિરની વ્યવસ્થા માટે રોકાયેલા છે અને 26 ફેબ્રુઆરી 2025ના દિવસે મહાશિવરાત્રીનું સ્નાન કરીને પરત ફરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા આનંદીબેન પટેલ 23 જાન્યુઆરીએ ડો.તોગડીયાના શિબિરમાં જવાના છે.
આ રાજકીય રીતે એટલા માટે મહત્ત્વ ધરાવે છે, કારણકે છેલ્લાં ઘણા સમયથી ભાજપના નેતાઓ ડો. પ્રવિણ તોગડીયાથી દુર રહેતા હતા, પરંતુ હવે જ્યારે આનંદીબેન જઇ રહ્યા છે તો એનો મતલબ એ થાય છે કે ભાજપના નેતાઓને હવે ડો.તોગડીયા સાથે મુલાકાત કરવામાં વાંધો નથી.
ડો. તોગડીયાએ તાજેતરમાં કહ્યું હતું કે, તેમની પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ સાથે ફરી દોસ્તી થઇ ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp