બીજાને ખુશી આપવાનો આનંદ કંઇક અલગ જ છેઃ આનંદીબેન પટેલ

PC: indiaaheadnews.com

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે રવિવારે રાજભવનમાં મુકુલ માધવ અને ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલિત ‘ગિવ ધ ડિગ્નિટી’ અભિયાન હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સહાયઅર્થે વિતરણ કરવામાં આવનારી રાહત સામગ્રીના વાહનને લીલી ઝંડી બતાવીને રવાના કર્યું હતું. રાહત સામગ્રીનું આ વાહન લખનૌના અલગ અલગ વિસ્તારો સહિત ચિત્રકૂટ અને બાંદામાં 3 હજાર ગરીબ લોકોને રાશન સામગ્રી કિટ વિતરણ કરશે. રાજ્યપાલ આનંદીબેન પટેલ જણાવ્યું હતું કે, અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને પછી દશેરો અને દિવાળીનો તહેવાર આવવાનો છે.

તેમણે જણાવ્યું કે, આપણે બધા પરિવારજનો સાથે તહેવારને ખુશી અને ઉલ્લાસ સાથે ઉજવીએ છીએ, પરંતુ ઘણાં એવા લોકો છે, જે તહેવારનો આનંદ લઈ શકતા નથી. આપણે આપણી ખુશીઓમાં એવા લોકોને સામેલ કરવાની જરૂર છે. બીજાને ખુશી આપવાથી પોતાને જે અનુભૂતિ થાય છે, તેનો આનંદ કંઈક અનેરો હોય છે. માધવ ફાઉન્ડેશનના પદાધિકારી ગૌરવ પ્રકાશે જણાવ્યું હતું કે, વર્ષ 1999માં સ્થાપિત મુકુલ માધવ ફાઉન્ડેશન સ્વાસ્થ્ય, શિક્ષણ, સામાજિક સેવા, જળ સંરક્ષણ અને સ્વચ્છતા માટે આખા દેશમાં કામ કરી રહ્યું છે. ફિનોલેક્સ લિમિટેડના અધિકૃત CSRના રૂપમાં સંસ્થા દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા ‘ગિવ વિથ ડિગ્નિટી’ અભિયાન અંતર્ગત દિવાળીના તહેવાર પર આખા દેશમાં ગરીબ અને જરૂરિયાતમંદ 50 હજાર લોકોને રાશન કિટ વિતરણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ વિઝન હેઠળ આ રાશન એ ખેડૂતો, સ્વયં સહાયતા ગ્રુપ કે નાના ઉદ્યમીઓ પાસે ખરીદવામાં આવ્યું છે. જેમણે કોરોના વાયરસ દરમિયાન પોતાનો રોજગાર ગુમાવ્યો છે. એક રાહત સામગ્રી કિટમાં 5-5 કિલો ચોખા અને લોટ, 2-2 કિલો દાળ અને ખાંડ, એક લિટર રિફાઈન્ડ ઓઇલ, ચા પત્તી, મસાલા અને સેનેટરી પેડ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp