26th January selfie contest

દેશનું પ્રથમ એરપોર્ટ, જ્યાં હિંદી-અંગ્રેજીની સાથે સંસ્કૃતમાં થાય છે એનાઉન્સમેન્ટ

PC: blog.flydealfare.com

કોઈ પણ એરપોર્ટ પર પહોંચ્યા પછી તમે અંગ્રેજી અથવા હિન્દીમાં થતી અનાઉન્સમેન્ટને સાંભળી હશે. પણ શું તમે કોઈવાર પ્રદેશની સ્થાનિક ભાષામાં અનાઉન્સમેન્ટ સાંભળી છે? લગભગ નહીં, પણ જ્યારે તમે કાશી એટલે કે વારાણસી એરપોર્ટ પર પહોંચશો, તો અહીં હિન્દી-અંગ્રેજીની સાથે સંસ્કૃતમાં પણ અનાઉન્સમેન્ટ થતી સાંભળી શકો છો, અહીં કોવિડ સંબંધિત સાવચેતીઓ અને પ્રોટોકોલનું અનાઉન્સમેન્ટ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સંસ્કૃતમાં પણ કરવામાં આવી રહ્યું છે.

સંસ્કૃતમાં અનાઉન્સમેન્ટ કરતું દેશનું પ્રથમ એરપોર્ટ

સંસ્કૃત ભારતની પ્રાચીન ભાષા છે, આપણા ધર્મ ગ્રંથ પણ મહત્તમ સંસ્કૃત ભાષામાં લખાયા છે, પૂજા-પાઠ દરમિયાન જે શ્લોકો અને મંત્રોનું લોકો ઉચ્ચારણ કરે છે, તે પણ મહત્તમ સંસ્કૃતમાં જ હોય છે, પણ બોલચાલમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે. આ દરમિયાન એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વારાણસી એરપોર્ટ પર હિન્દી-અંગ્રેજીની સાથે-સાથે સંસ્કૃતમાં પણ અનાઉન્સમેન્ટની શરૂઆત કરી છે. વારાણસી એરપોર્ટ ઓથોરિટીએ એક ટ્વીટ કરીને આની માહિતી આપતા લખ્યું છે કે, અમારા સન્માનિત યાત્રીઓને એરપોર્ટ પર આવતા જ અનુભવ થઇ જશે કે, તેઓ કાશી-સંસ્કૃત ભાષાના પીઠ સ્થાનમાં પ્રવેશ કરી ચૂક્યા છે.

સંસ્કૃત ભાષાનું પીઠ સ્થાન છે કાશી

કાશીની ઓળખ એક ધાર્મિક અને આધ્યાત્મિક નગરની સાથે-સાથે સંસ્કૃત ભાષા સાથે પણ છે. કાશીને સંસ્કૃત ભાષાનું પીઠ સ્થાન કહેવામાં આવે છે, ત્યારે અનેક લોકોએ એરપોર્ટ ઓથોરિટીના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. વારાણસી લગભગ દેશનું પ્રથમ એરપોર્ટ બની ગયું છે, જ્યાં હિન્દી-અંગ્રેજીની સાથે જ સંસ્કૃતમાં પણ કોવિડ પ્રોટોકોલની અનાઉન્સમેન્ટ થઇ રહી છે, સાથે જ કોવિડ સંબંધિત સાવચેતીઓને લઈને પણ એરપોર્ટ પર પૂરી સતર્કતા રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp