હવે નહીં બચી શકે મસૂદ, સેના પ્રમુખે કહ્યું-અમારો પ્લાન તૈયાર છે

PC: timesofindia.com

પુલવામા હુમલાના ગુનેગાર આતંકવાગી મસૂદ અઝહર પર સેનાના વડા જનરલ બિપિન રાવતે શનિવારે મોટું નિવેદન આપ્યું છે. લખનઉમાં મીડિયા સાથે વાતચીતમાં જનરલ રાવતે સ્પષ્ટ કહ્યું કે મસૂદ અઝહર સામે અમે પૂરી તૈયારી કરી લીધી છે, પરંતુ અમે આ ઓપરેશન સાથે સંકળાયેલી વાતો જાહેર નહી કરી શકીએ. તેમણે એ પણ કહ્યું કે, સેનાઓ સક્ષમ છે અને દરેક પડકાર માટે તૈયાર છે. સેનાઓ પ્રજાના કહેવા પર કામ નથી કરતી. સેનાઓ રાજકીય નિર્ણય અનુસાર કામ કરે છે. સેનાની કાર્યવાહીને રાજનીતિ સાથે જોડવામાં ન આવે.

સેના પ્રમુખે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર 26 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક પર ઉઠાવવામાં આવેલા સવાલો પર કહ્યું કે, અમને જે લક્ષ્ય આપવામાં આવ્યું તે અમે પૂરુ કર્યું છે. આમાં મોટી સંખ્યામાં આતંકવાદી માર્યા ગયા છે.

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે મ્યાનમારમાં ઉગ્રવાદીઓના ઠેકાણા પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી પર વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય સેના મ્યાનમારની સેનાની હંમેશા આભારી રહે છે, કારણ કે તેમના સહયોગથી જ અમે સંયુક્ત સૈન્ય અભિયાન ચલાવી શક્યા છીએ. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં ઉગ્રવાદીઓ માર્યા ગયા હોવાનો તેમને દાવો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp