LACને લઈ આર્મી ચીફનું નિવેદન, 'દેશની ઉત્તરીય સરહદ પર પરિસ્થિતિ સંવેદનશીલ, પણ...'

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સોમવારે (13 જાન્યુઆરી, 2025) કહ્યું કે, ભારતની ઉત્તરીય સરહદ પર પરિસ્થિતિ સંવેદનશીલ પરંતુ સ્થિર છે. લદ્દાખ ગતિરોધને સમાપ્ત કરવા માટે ભારત અને ચીન વચ્ચે થયેલા કરારનો 'વ્યાપક અને અસરકારક રીતે' અમલ કરવામાં આવી રહ્યો છે. નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, પૂર્વી લદ્દાખના ડેપસાંગ અને ડેમચોકમાં પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચરાઈ શરૂ થઈ ગઈ છે. અમારી જમાવટ સંતુલિત અને મજબૂત છે; અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છીએ. આર્મી ચીફે કહ્યું કે, તેઓ સરહદ પર માળખાગત સુવિધાઓ વધારવા, ક્ષમતા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
જનરલ દ્વિવેદીએ કહ્યું કે, પાકિસ્તાન સાથે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ ચાલુ છે, પરંતુ ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની બાજુ આતંકવાદી માળખા અકબંધ છે. પાકિસ્તાન સતત કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગયા વર્ષે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 60 ટકા પાકિસ્તાની મૂળના હતા. આજે, ખીણ અને જમ્મુ ક્ષેત્રમાં જેટલા પણ લોકો બચેલા છે, અમને લાગે છે કે તેમાંથી લગભગ 80 ટકા કે તેથી વધુ લોકો પાકિસ્તાની મૂળના છે. પાકિસ્તાનમાં આતંકવાદી માળખા હજુ પણ અકબંધ છે અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના સેક્ટરોમાંથી ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે. તાજેતરના મહિનાઓમાં ઉત્તર કાશ્મીર અને ડોડા-કિશ્તવાડ ક્ષેત્રમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.
#WATCH | Delhi: Indian Army Chief General Upendra Dwivedi, says "I am a strong proponent of the theme that mass media and security forces have great potential to converge together towards nation-building and national security. So let me adopt your modus operandi and straightway… pic.twitter.com/s3gSIRDdiL
— ANI (@ANI) January 13, 2025
મણિપુરમાં સંકલનનો કોઈ અભાવ નથી. ભારતીય સેના, આસામ રાઇફલ્સ અને CAPFએ સંયુક્ત રીતે મળીને સંકલન કર્યું છે અને મ્યાનમાર તરફ કેટલીક પ્રવૃત્તિઓ થઈ રહી છે. બળવાખોર જૂથ દ્વારા પ્રવૃત્તિ જોવા મળી છે. કેટલાક શરણાગતિ લઇ રહ્યા છે, ચકાસણી થઈ રહી છે, ત્યારપછી અમે કેટલાક લોકોને પાછા મોકલી રહ્યા છીએ. મ્યાનમાર સેના સાથે સતત સંપર્કમાં છે. મ્યાનમારથી શરણાર્થીઓ આવવાનું ચાલુ છે, જેના સંદર્ભમાં અમે ખાતરી કરી છે કે, જે લોકો આવી રહ્યા છે તેમને શરણાર્થીનો દરજ્જો મળે. જ્યારે આપણે વિકસિત ભારત 2047ની વાત કરીએ છીએ, ત્યારે આપણે દાયકાઓના પરિવર્તનને જોઈએ છીએ.
પૂર્વી લદ્દાખ પર વાત કરતા ચીફે કહ્યું કે, LAC પર ઘણી બેઠકો યોજાઈ છે, PM મોદી ચીની પ્રમુખને પણ મળ્યા છે. પરિસ્થિતિ સ્થિર છે પણ સંવેદનશીલ છે. બંને પક્ષો ડેમચોક દેપસંગ પાછા ફરવા સંમત થયા છે જ્યાં પરંપરાગત પેટ્રોલિંગ કરવામાં આવે છે. બંને પક્ષો દ્વારા બે વાર પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, કોઈ બફર ઝોન નથી, તેને સુધારવામાં સમય લાગશે. જે વિસ્તારોમાં હિંસાનું સ્તર વધી શકે છે, જ્યાં બંને પક્ષો એક જ વિસ્તારમાં રહે છે, ત્યાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આને ટાળવા માટે, બંને પક્ષો ત્યાં રહેશે નહીં. અમે બંને પક્ષો વચ્ચેની આગામી બેઠક પર નજર રાખી રહ્યા છીએ. 20 એપ્રિલ પછી, બંને પક્ષોએ જમીનની ફેરબદલ કરી નાખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp