ઈન્ડિયન આર્મીના જવાને પાકિસ્તાનને મોકલી સેનાની ગુપ્ત માહિતી, આ છે કારણ

PC: news18.com

હરિયાણાથી મોટા ન્યૂઝ આવી રહ્યા છે, જ્યાં એક ભારતીય આર્મીના જવાનની ધરપકડ કરી લેવામાં આવી છે, જે પાકિસ્તાનને ગુપ્ત સુચનાઓ મોકલતો હતો. વાત એવી છે કે, સેનાની ગુપ્ત સુચના એક પાકિસ્તાનીને મોકલવાના આરોપમાં આર્મીના એક જવાનનની હરિયાણાના નારનોલથી ધરપકડ કરવામાં આવી છે.

તેના પર આરોપ છે કે, જવાને ભારતીય સેનાની યુનિટ લોકેશન, ગતિવિધિઓ અને ઇસ્ટર્ન સેક્ટરની સુચનાઓ વોટ્સએપ પર પાકિસ્તાનીને શેર કરી હતી. રિપોર્ટ મુજબ ભારતીય સેનાનો જવાન હની ટ્રેપમાં ફસાય ગયો હતો અને આ દરમિયાન તે ભારતીય સેનાની સુચના કોઇ પાકિસ્તાની સાથે શેર કરી રહ્યો હતો.

કહેવાય છે કે, ધરપકડ કરવામાં આવેલો જવાન અરૂણાચલ પ્રદેશમાં તૈનાત હતો. આ ધરપકડ એવા સમયે થઇ છે, જ્યારે ભારતીય સેનાના જવાનોને વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇ સુચના મોકલતા પહેલા સચેત રહેવા માટે કહેવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ આ જવાન ત્રણ વર્ષ પહેલા જ સેનામાં ભરતી થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp