જમ્મુ કાશ્મીરમાં જવાન શહીદ, 2 મહિના પછી હતા લગ્ન, ઘરે પહોંચ્યો પાર્થિવ દેહ

PC: jagranimages.com

જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં LOC પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘન દરમિયાન હિમાચલના એક જવાન શહીદ થયા છે. 24 વર્ષીય રોહિન કુમાર 14 પંજાબ રેજીમેન્ટમાં તૈનાત હતા. કહેવામાં આવી રહ્યું છે કે, જવાન પાકિસ્તાન તરફથી દાગવામાં આવેલા મોર્ટારના સકંજામાં આવ્યા હતા. પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, જવાનના પરિવારને દીકરાના શહીદ થવાની જાણકારી આપી દેવામાં આવી છે. રોહિન કુમારના પિતા રસીલ સિંહ હલવાઇનું કામ કરે છે. રોહિન કુમારના 2 મહિનામાં લગ્ન થવાના હતા. ઘરના પરિવારના સભ્યો તેમના લગ્નની તૈયારીઓમાં જોડાયા હતા. તેની વચ્ચે જવાનના શહીદ થવાની જાણ થતાં પરિવારમાં શોક છે.

પરિજનોને જવાનના લગ્નની ખૂબ રાહ હતી. માતા-પિતાએ બે મહિના પછી નવેમ્બરમાં જે દીકરાને વરરાજા બનાવી ઘોડી ચઢાવવાનો હતો, તેનો પાર્થિવ દેહ ઘરના આંગણે પહોંચી ગયો છે. રોહિનના શહીદ થવાની ખબર મળતા જ ગામમાં શોકનો માહોલ છે. સૌ કોઈ જવાનના માતા-પિતાને સાંત્વના આપવા માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે.

રોહિન કુમાર 2016માં સેનામાં સામેલ થયા હતા. 24 વર્ષની ઉંમરમાં દીકરાના શહીદ થવાથી પરિજનોનો રડી રડીને ખરાબ હાલ છે. પિતાએ હલવાઇનું કામ કરી દીકરાને ભણાવીને દેશ સેવા માટે મોકલ્યા હતા. પણ જવાન પરિવારનો વધુ સમય માટે સહારો બની શક્યા નહીં.

કહેવામાં આવી રહ્યું છે કે, રોહિન કુમારની એક બહેન પણ છે. જેના લગ્ન થઇ ગયા છે. જવાનનો કોઇ ભાઈ નથી. માતા-પિતા એકમાત્ર દીકરાના બલિદાનની ખબર સાંભળી બેસુધ થઇ ગયા છે. પ્રશાસનનું કહેવું છે કે, જવાનનો પાર્થિવ દેહ પહોંચી ગયો છે. દેહ હેલિકોપ્ટરના માધ્યમથી હમીરપુર હેલીપેડ પર પહોંચ્યો હતો. જ્યાંથી સેનાની ગાડી દ્વારા જવાનના પાર્થિન દેહને ગામ પહોંચાડવામાં આવ્યું.

જવાનના બલિદાનની ખબર મળતા જ રોહિન કુમારના ઘરની બહાર લોકો ભેગા થયા. લોકોએ હાથોમાં પોસ્ટરો લઇને પાકિસ્તાનના વિરોધમાં નારાબાજી શરૂ કરી હતી. સાથે જ શહીદ રોહિન કુમાર અમર રહે તેવા નારા પણ લગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ મહામારી વચ્ચે પણ પાકિસ્તાન તેની નાપાક હરકતથી બાજ આવી રહ્યું નથી. તે સતત સીમા પર સીઝફાયર વાયોલેશન કરી રહ્યું છે. જેમાં જવાનોની સાથે સામાન્ય નાગરિકોના પણ ઈજા થવાની ખબરો પાછલા ઘણાં સમયથી સામે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp